તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:બનાસકાંઠામાં હોળીપર્વ ઉપર રમાય છે લોકનૃત્ય ઘેર (ગેર)

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ્ય વિસ્તારમાં યુવાનો અને વડીલો દેશી કપડામાં સજ્જ થઈ ઘેર નૃત્ય કરે છે

ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ એટલે આપણા પ્રાચીન લોકનૃત્યો. આધુનિક સમયમાં દેશ અને દુનિયા પશ્ચિમી વાયરામાં કેદ થઈ રહ્યાં છે, ત્યારે આપણા લોકનૃત્યોએ પ્રાચીન સંસ્કૃતિને સાચવી છે. આપણા લોકનૃત્ય અને લોક સાહિત્યમાં પ્રાચીન સંસ્કૃતિ સચવાયેલી છે. આજના આધુનિક સમયમાં પ્રાચીન સંસ્કૃતિને લોકનૃત્યોએ સાચવી રાખી છે. લોકનૃત્યો આપણી પ્રાચીન પરંપરાનો મીઠો, રણકતો ધબકાર છે. ગુજરાત અને રાજસ્થાનમાં હોળી - ધુળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી - ધુળેટીના તહેવારની ઉજવણી લોકો પ્રેમભાવ અને એકતાથી કરે છે. થરાદ તાલુકાના મેસરા, દિપડા, લુણાવા અને ધાનેરા તાલુકાના થાવર ગામમાં વર્ષોથી પરંપરા મુજબ વડીલો અને યુવાનો દેશી પોશાકમાં સજ્જ થઇ ઘેર (ગેર) લોકનૃત્ય રમે છે. ઘેર એટલે ગોળ વર્તુળમાં ફરવુ (રમવુ). બીજો અર્થ, હોળી ખેલવા નીકળેલ ટોળી કે ઘેરૈયાનું ટોળું થાય છે. લોકનૃત્ય રમતા લોકોને ઘેરૈયા તરીકે ઓળખવામાં આવે છે. ઘેરૈયા લાકડી લઈને રાસ રમે. જેને ઘેરરાસ કે ગેરરાસ કહેવામાં આવે છે. આ દિવસોમાં ઢુંઢવિધિ (બાળકના જન્મબાદ પ્રથમ આવતી હોળી પર્વના દિવસો દરમ્યાન ઢૂંઢવિધિ કરવામાં આવે છે.) કરવામાં આવે છે. રાત્રે બાળકને ઢૂંઢાડ્યા બાદ ઘેરરાસ (ગેરરાસ) રમવામાં આવે છે. આ સિવાય, આ લોકનૃત્યને સામુહિક રીતે દિપડા ગામમાં ફાગણ વદ બીજ 'ફુલડોલ'ના દિવસે તથા નવરાત્રિ દરમિયાન રમવામાં આવે છે. થાવર ગામમાં આ લોકનૃત્યને ધુળેટી (ફાગણ વદ - ૧)ના રોજ રમવામાં આવે છે. ફાગણ સુદ પૂનમ (હોળી) ના રોજ સાંજે હોળી દહનનો કાર્યક્રમ, ફાગણ વદ એકમ (ધુળેટી)ના રોજ લોકનૃત્ય રમવામાં આવે છે. ડીસામાં માળી સમાજ દ્વારા ધુળેટીના દિવસે લોકનૃત્ય રમવામાં આવે છે. મેસરા ગામમાં રાજેશ્વર ભગવાનના મંદિરે ચૈત્ર સુદ નોમ-દશમનું રમવામાં આવે છે. ગામના વડીલો અને યુવાનો ફાગણ વદ -૧ના રોજ સવારમાં ગામના પાદરમાં દેશી પોશાકમાં સજ્જ થઇ હાથમાં ટુંકી લાકડીઓ લઈ દેશી ઢોલના તાલે લાકડીને ફેરવી અને એકબીજાની લાકડીને ટકરાવીને લોકનૃત્ય રમે છે. તે દિવસે આખુ ગામ એક થઈ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઘેર (ગેર) લોકનૃત્ય રમીને અસ્મિતા અને સંસ્કૃતિને સાચવી રહ્યા છે. ધુળેટીના દિવસે આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગ્રામજનોનો ઉત્સાહ વધારે છે. આ લોકનૃત્યને થરાદ, ધાનેરા, ડીસા વિસ્તારમાં રમવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો