બ.કાં.માં જેસોર રીંછ અભ્યારણ બાલારામ-અંબાજી વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી એરિયામાંથી અનેકવાર દીપડા સહિતના વન્ય જીવો ખોરાક પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોય છે. પાછલા 12 વર્ષમાં રીંછના 56 હુમલા જ્યારે દીપડાના 25 હુમલા થયા હતા જેમાં સૌથી વધુ 2014માં રીંછએ સહુથી વધુ 18 લોકોને ઘાયલ કર્યા હતા. 2017માં દાંતાના કાંસા ગામમાં રીંછને હડકવા ઉપાડતા 3 વન્ય કર્મીઓના મોત નિપજ્યા હતા.
બનાસકાંઠા નોર્મલ રેન્જના નવનિયુક્ત ડીસીએફ પરેશભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે " બનાસકાંઠા વાઈલ્ડ લાઈફ એરિયા વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે. સેન્ચ્યુરી એરિયામાં વન્યજીવોના રખાવવા માટે પર્યાપ્ત માત્રામાં પ્રયાસો કરવામાં આવેલા છે. જોકે ક્યારેક ક્યારેક વન્ય પ્રાણી દ્વારા માનવ ઇઝાના બનાવો સરેરાશ બનતા રહે છે
જેમાં સરકાર દ્વારા 2500 રૂપિયાથી લઈ 4 લાખ સુધીનું વળતર ચુકવવામાં આવે છે.ઉપરાંત હિંસક વન્ય પ્રાણી દ્વારા પશુઓના મારણમાં પણ સહાય ચૂકવવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2014 15 થી વર્ષ 2022 સુધી 15 જેટલા કિસ્સામાં 2.36 લાખ સહાય આપવામાં આવી છે.ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની દાતા પશ્ચિમમાં કાંસાના જંગલમાં બારમી માર્ચે વનવિભાગના કર્મીનું રીંછના હુમલામાં મોત થયું હતું જે બાદ સતત બે દિવસ સુધી વધુ બે મોત થયા હતા.
ત્રણ દિવસમાં ત્રણ મોત બાદ રીંછને મંજૂરી લઈ તેનો ખાત્મો કરાયો હતો. એ કિસ્સામાં ભીખાભાઈ ભગોરા, માનાભાઈ અંગારી અને રાયભણભાઈ પટણીને સરકારે 4-4 લાખનું વળતર ચૂકવી દીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.