તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:વરસાદ ખેંચાતાં બનાસકાંઠામાં ચાર લાખ હેકટર બિનપિયત જમીનમાં વાવેતર બાકી

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 લાખ હેકટર પિયત જમીનમાં મગફળી, કપાસ, ઘાસચારાનું વાવેતર થયું

જિલ્લામાં ચોમાસાના પ્રારંભે ધમાકેદાર એન્ટ્રી કર્યા પછી વરસાદ ખેંચાતા ચાર લાખ હેકટર બિન પિયત જમીનમાં ખેડૂતો હજુ વાવેતર કરી શક્યા નથી. મોઘાભાવનું બિયારણ અને ખાતર લાવી રાખ્યું હોઇ વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.ચોમાસાના પ્રારંભે 15 દિવસ અગાઉ ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે, તે પછી વરસાદ ખેંચાયો છે. આકાશમાં વાદળો ગોરંભાય છે. પરંતુ વરસાદ પડતો નથી.

પરિણામે જિલ્લાની ચાર લાખ હેકટર બિન પિયત જમીનમાં ખેડૂતો વાવેતર કરી શક્યા નથી.આ અંગે રામજીભાઇ મકવાણાએ જણાવ્યું હતુ કે, ભાઠામાં આવેલી જમીનમાં હજુ બોર કર્યો નથી. ચોમાસુ સિઝનમાં ઘાસચારો વાવીએ છીએ. જોકે, પ્રથમ વરસાદ થયો ત્યારે ખેતરો ખેતી, છાણીયું ખાતર નાંખી તૈયાર કર્યા હતા. બિયારણ લાવીને રાખ્યું છે. જોકે, વરસાદ ખેંચાતા વાવણી કરી નથી.

પિયત ધરાવતાં ખેડૂતોએ વાવેતર કર્યુ
જિલ્લામાં પિયતની સગવડ ધરાવતાં ખેડૂતોએ વાવેતર કરી દીધુ છે. જેમાં 17312 હેકટરમાં બાજરી, 5 હેકટરમાં જુવાર, 2389 હેકટર મકાઇ, 1266 હેકટર મગ, 121 હેકટર અડદ, 63308 હેકટર મગફળી, 66 હેકટર તલ, 35481 હેકટર કપાસ, 130 હેકટર ગવાર, 2162 હેકટર શાકભાજી અને 33613 હેકટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.

દસ દિવસ સુધી પાકને નુકશાન નહી થાય
બનાસકાંઠા જિલ્લામાં વર્તમાન સમયે પિયત ધરાવતાં ખેડૂતોએ વાવેતર કરી દીધુ છે. જોકે, હજુ સુધી દસ દિવસ વરસાદ ખેંચાય તો પણ પાકને કોઇ નૂકશાન થવાની શક્યતાઓ નથી. જો વરસાદ ન આવે તો દસ દિવસ બાદ ફુવારા કે અન્ય રીતે પિયત આપવું પડશે.પી. કે. પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી)

અન્ય સમાચારો પણ છે...