અબોલ પશુઓ બચાવાયાં:બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત 70 જેટલા અબોલ પશુઓ ભરેલી બે ટ્રકો જીવદયા પ્રેમીઓ અને પોલીસે ઝડપી

એક મહિનો પહેલા
  • રાજસ્થાન તરફથી આવતી એક ટ્રક પાલનપુર નજીક અને બીજી અમીરગઢ પાસેથી ઝડપાઈ
  • પોલીસે બે ગેરકાયદેસર ટ્રકો ઝડપી ચાલકો સામે વધુ કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠા જિલ્લામાંથી આજે શનિવારે વધુ એક વખત અબોલ જીવો ભરેલી બે ટ્રકો ઝડપાઈ હોવાની ઘટના સામે આવી હતી. જીવદયા પ્રેમીઓની મદદથી પોલીસે અંદાજીત 70 અબોલ જીવો ભરેલી બે ટ્રકો ઝડપી ચાલકો સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

રાજસ્થાન તરફથી અબોલ જીવો ભરીને ટ્રક ગુજરાત તરફ આવી રહી હોવાની માહિતી મળતા જ જીવદયા પ્રેમીઓ સતર્ક બન્યા હતા. તેમણે અમીરગઢ પોલીસને સાથે રાખી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન અમીરગઢથી પાલનપુર તરફ આવી રહેલી બે ટ્રકો શંકાસ્પદ જણાતા તેમને થોભાવી તલાશી લેતા તેમાંથી અબોલ જીવો મળી આવ્યા હતા.

પોલીસે અંદાજીત 70 રીતે અબોલ જીવો ભરેલી બે ગેરકાયદેસર ટ્રકો જપ્ત કરી હતી. તેમજ અમીરગઢ પોલીસે ટ્રક ચાલકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે જીવદયા પ્રેમીઓ દ્વારા બનાસકાંઠા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...