ખેડૂતો ચિંતાતુર:બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, કમોસમી માવઠું થવાની શક્યતા

પાલનપુર8 મહિનો પહેલા
  • તૈયાર પાકોમાં કમોસમી વરસાદ થશે તો મોટુ નુકસાન થવાની ખેડૂતોને ભીતિ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે. આજે પણ વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું. વાતાવરણમા પાલટાને લઈ ખેડૂતો પણ ચિંતાતુર બની ગયા હતા. અને તૈયાર પાકોમાં કમોસમી વરસાદ થશે તો મોટુ નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળતા સવારથી જ પવન ફૂંકાતો હતો. જેથી માવઠાની દહેશત જોવાં મળી છે. જો કમોસમી વરસાદ થશે તો અત્યારે શાકભાજી બાગાયતી પાક, બાજરી, શક્કરટેટી, તરબૂચ, મરચા જેવા તૈયાર પાકોને નુકસાનની ભિતી ખેડૂતોને સેવાઈ રહી છે.

થોડાક દિવસો પહેલા તાઉ-તે વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી હતી. જેમાં બાજરી જેવા પાકો ખેતરોમાં પથરાઈ ગયા હતા. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન જોવા મળ્યું હતું. હાલ જિલ્લામાં વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતોને નુકસાન ની ભીતિ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...