લોકશાહી પર્વ:બનાસકાંઠા જિલ્લામાં 2016 કરતાં 4.66 ટકા મતદાનમાં ઘટાડો થયો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધાનેરાના ખીમત ગામે વહેલી સવાર થી મતદારોની કતારો જોવા મળી હતી.તસવીર રાજન ચૌધરી - Divya Bhaskar
ધાનેરાના ખીમત ગામે વહેલી સવાર થી મતદારોની કતારો જોવા મળી હતી.તસવીર રાજન ચૌધરી
  • 528 પંચાયતના 6439 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ,કાલે મતગણતરી
  • ઠંડી વચ્ચે પણ મહિલાઓ સહિતના મતદારોનો મતદાન માટેે ઉત્સાહ

જિલ્લાની 528 ગ્રામપંચાયતોના સરપંચ અને સભ્ય પદના 6439 ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે રવિવારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતુ. જ્યાં સવારે 11.00 વાગ્યા સુધી 22.79 ટકા મતદાન નોંધાયું હતુ. જોકે, લોકો પશુઓની સાર સંભાળ લઇને આવ્યા પછી બપોર પછી મતદાનમાં ઉછાળો જોવા મળ્યો હતો.

અને 1.00 કલાક સુધીમાં 41.57 ટકા, ત્રણ વાગ્યા સુધીમાં 61.14 ટકા મતદાન જ્યારે સાંજે 5.00 વાગ્યા સુધીમાં 74.82 ટકા મતદાન ગ્રામ પંચાયત જ્યારે છેલ્લે 6 વાગે આશરે 79.36 ટકા મતદાન રહ્યું હતું. ગત વખત કરતા 4.66 ટકા મતદાન ઘટયું હતું. પાલનપુરની લક્ષ્મીપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, પાછળથી યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનોએ એક જ ઉમેદવારને નક્કી કરતાં રવિવારે યોજાયેલી ચૂંટણીમાં એક તરફી મતદાન થયું હતુ.

ગઈ ચૂંટણીમાં 84.02 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લામાં એકંદરે શાંતિ પૂર્ણ મતદાન થયું હતું. જોકે થરાદના ચુડમેરમાં સાડાચાર વાગ્યાના સુમારે ચુંટણી પ્રચારમાં સરપંચના ઉમેદવારના સગાની જીપ પર પથ્થરમારો કરી કાચ તોડવામાં આવ્યા હતા. પાલનપુરના માલણ સહિત એકાદ ગામમાં, ધાનેરાના ધાખા, થાવર ખીમત, જડિયામાં ટોકન આપી મતદાન 7 વાગ્યા સુધી ચાલું રાખવું પડ્યું હતું. નાગલા ગામમાં 8 વોર્ડમાંથી 7 વોર્ડમાં સાંજે 7 વાગ્યા સુધી પણ ચુંટણી ચાલુ રહી હતી તેમજ દિયોદરના જાડા ગામે એક બુથમાં ટોકન આપી મતદાન કરવું પડ્યું હતું.

528 પંચાયતના 6439 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થયા હતા. જિલ્લાના 14 તાલુકાઓમાં સૌથી વધુ મતદાન થરાદમાં 88.70 ટકા જ્યારે સૌથી ઓછું મતદાન પાલનપુરમાં 66.65 ટકા રહ્યું હતું. જ્યારે અન્ય તાલુકાઓમાં ધાનેરા 81.45, દાંતીવાડા 79.43, દાંતા74.89, વડગામ 82.51, પાલનપુર 66.65, ડીસા 74.17, દિયોદર 84.11, ભાભર 85.02, કાંકરેજ 83.66, લાખણી 86.89 અને સુઈગામ 85.02 ટકા રહ્યું હતું. મંગળવારે તાલુકા મથકો પ્રમાણે મતગણતરી બાદ તેમનું ભાવી ખુલશે.બીજી બાજુ ડીસાના જુના નેસડા ગામે 70 વર્ષ પછી પ્રથમ વખત ચૂંટણી જંગ ખેલાયો હતો.

બ.કા.માં 218 બેઠકો પર ઉમેદવારોજ ના મળ્યા
દાંતા તાલુકામાં સરપંચની 2 બેઠકો પર ઉમેદવાર ન મળતા ત્યાં ચૂંટણી થઇ શકી નથી. જ્યારે 14 તાલુકાઓમાં 216 સભ્યોની બેઠકો ખાલી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈ ગામમાં અનામત બેઠક પર ઉમેદવાર ન હોવાથી ત્યાં ચૂંટણી ફોર્મ પર કુલ ઉમેદવાર ઉમેદવારીપત્ર ભર્યું હતું તેવા પાલનપુર તાલુકામાં 25, વડગામમાં 15 દાંતામાં 23 અમીરગઢમાં 3 ડીસામાં 32 કાંકરેજમાં 14 દાંતીવાડામાં 4 ધાનેરામાં 10 વાવમાં 15 થરાદમાં 21 દિયોદરમાં 7 લાખણીમાં 15 ભાભરમાં 16 અને સુઇગામમાં 16 સભ્યોની બેઠક ઉપર ઉમેદવારો મળ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...