તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે ફક્ત 7 કેસ નોંધાયા

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થરાદ 3 અને ડીસામાં 2 કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમા ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઇ તંત્રએ રાહત નો શ્વાસ લીધો છે, જિલ્લામાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું. જિલ્લામાં અઢીસોથી ત્રણસો પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા હતા. જેને લઈ તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યા હતા જેથી કરી કોરોના સંક્રમણ ની ચેન તોડી શકાય જોકે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ સદંતરે કેસો માં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં આજે દાંતીવાડા 1 ડીસામાં 2 લાખણીમાં 1 થરાદમાં 3 સહિત જિલ્લામાં 7 કોરોના પોઝીટીવ કેશ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...