કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડો યથાવત, આજે ત્રણ તાલુકામાં ચાર નવા કેસ નોંધાયા

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 11 તાલુકામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઇ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લાના આજે ત્રણ તાલુકામાં 04 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાની મહામારીની બીજી વેવમાં જિલ્લામાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ અઢીસોથી ત્રણસો સામે આવતા હતા. જોકે, અત્યારે કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોના સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું. જેને, લઈ તંત્ર અને વેપારીઓ દ્વારા કોરોના સંક્રમણ નીચેના તોડવા માટે જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યા હતા. જેને લઇને હાલ કોરોના પોઝિટિવ કેસોમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે દાંતામાં 01 થરાદમાં 01 પાલનપુરમાં 02 જિલ્લાના 14 તાલુકાઓમાંથી માત્ર 03 તાલુકામાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...