ધુમ્મસને પગલે ચાલકો હેરાન:બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ છવાતાં વાહનચાલકો પરેશાન

14 દિવસ પહેલા
  • હાઇવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી
  • હાઇવે પર લાઈટ ચાલુ રાખી વાહનચાલકો પસાર થતા જોવા મળ્યા

બનાસકાંઠા જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારથી જ ધુમ્મ્સભર્યુ વાતાવરણ છવાતાં વાહનચાલકો પરેશાન થયા છે. હાઇવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જેમાં હાઇવે પર વાહનચાલકોને લાઈટ ચાલુ રાખી પસાર થવાની ફરજ પડી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન હવામાન વિભાગની આગાહીને લઇ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જેમાં જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસ છવાતાં આકાશી કોહરામ જામ્યો હતો. જેને લઇ નેશનલ હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકો લાઈટ ચાલુ રાખી વાહનો લઈ પસાર થવા મજબૂર બન્યા હતા. ધુમ્મસવાળા વાતાવરણના કારણે નજીકના અંતરથી પણ કશું દેખાતું નહોતું.

અન્ય સમાચારો પણ છે...