તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:બનાસકાંઠા જિલ્લામાં કોરોનાએ ફરી માથુ ઊંચક્યું, આજે નવા 11 કેસ નોંધાયા

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુર 6 દિયોદર 4 અને વડગામ 1 કોરોનાના કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લા માં દિનપ્રતિદિન કોરોના કેસો વધતા જોવા મળી રહે છે ત્યારે આજરોજ જિલ્લામાંથી ટોટલ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા , જ્યારે આરોગ્ય વિભાગે પણ કોરોના ને અટકાવવા પૂરતા પ્રયાસો હાથ ધર્યા છે

બનાસકાંઠા માં આજે કુલ 11 કોરોના કેસ નોંધાયા છે, જિલ્લાના મુખ્ય મથક પાલનપુર માં છ કોરોના પોઝિટિવ કેસ જોવા નોંધાયા હતા જેમાં વડગામ માં એક અને દિયોદરમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતા જતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે જ્યારે લોકોની લાપરવાહીના કારણે કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે

કોરોના ના કેસો અટકાવવા માટે આરોગ્ય વિભાગની સાથે સાથે લોકો પણ માથે પહેરે સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેવી આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર સૂચના પણ આપવામાં આવી રહી છે અને 1 લી એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાની કામગીરી પણ હાથ ધરાશે જેથી કોરોના સંક્રમણ પર થોડી લગામ લગાવી શકાશે તેમ તંત્ર નું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો