તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • In Banaskantha District, Application Has Been Sent To The District Collector By The Indian Farmers Union Regarding The Issues Including Increased Price Of Fertilizer, Crop Credit.

રજૂઆત:બનાસકાંઠા જીલ્લામાં ખાતરના વધેલા ભાવ, પાક ધિરાણ સહિતના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આગામી દિવસોમાં આંદોલનની પણ ચીમકી આપી

બનાસકાંઠા જીલ્લો ખેતીને વરેલો જિલ્લો છે. જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ત્યારે જીલ્લાના ખેડૂતોને અવારનવાર અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તાજેતરમાં ચાલી રહેલી કોરોના જેવી મહામારી સમયે પણ ખેડૂતોના અનેક પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ખેડૂતો અકળાયા છે. અને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું છે.

પાક ધિરાણને એક વર્ષ માટે ઓટો રીન્યુ કરી આપે

ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકા પ્રમુખ માવજીભાઈ લોહ દ્વારા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારીત છે. હાલ વેપાર ધંધા નથી તથા પાક ધિરાણનો સમય થઈ ગયો છે. આ વર્ષ એક વર્ષ માટે સરકારને આને ઓટો રીન્યુ કરી આપે તેવી માંગ કરી છે. તેમજ બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘના મંત્રી મેઘરાજભાઈએ જણાવ્યું હતું કે તાજેતરમાં ખાતરનો જંગી ભાવ વધારો થયો છે. દરેક કંપનીએ ભાવ વધારી દીધા છે. થોડાક સમય પહેલા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભાવ વધારો નહીં થાય. તો પછી ભાવ વધારો થયો ક્યાંથી. આ ભાવ વધારો સત્વરે પાછો ખેંચો ખેડૂતને ના પોસાય. ખેડૂત ખેતી ના કરી શકે જેને લઈ આજે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે.

વિવિધ સંગઠનો ભેગા મળીને આંદોલન કરશે

ભારતીય કિસાન સંઘના લાખણી તાલુકાના પ્રમુખ દાનાભાઇ પટેલએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાં લાખણી, થરાદ, કાંકરેજ, દિયોદર, ધાનેરામાંથી સુજલમ સુફલામ કેનાલ પસાર થાય છે. જે ભૂગર્ભ જળ પાણી અંદર ઉતારવા માટે હતી. જે વારંવાર બંદ કરી દેવામાં આવે છે. જો સત્વરે પાણી ચાલુ કરવામાં નહીં આવે તો વિવિધ સંગઠનો ભેગા મળીને આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...