• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • In Banaskantha District And Taluka Level Control Room Is Continuously Functioning Under Karuna Abhiyan, Information Of Injured Birds Can Be Given.

કરૂણા અભિયાન:બનાસકાંઠામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ કરૂણા અભિયાન અંતર્ગત કંટ્રોલ રૂમ સતત કાર્યરત, ઘાયલ પક્ષીઓની માહિતી આપી શકાશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 જાન્યુઆરી સુધી ચાલનારા અભિયાન અંતર્ગત કંટ્રોલ રૂમમાં મોબાઈલ સેવા સતત કાર્યરત

તા. 10થી 20 જાન્યુઆરી સુધી ચાલનારા કરૂણા અભિયાન-2022 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા અને દરેક તાલુકા કક્ષાએ ઉભા કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં ફોન/ મોબાઈલની સુવિદ્યા સતત કાર્યરત રાખવામાં આવી છે. જેથી લોકો ઘાયલ પક્ષીઓની માહિતી આપી શકે. તેમજ આ અભિયાન અંતર્ગત જોડાયેલ જીવદયા સંસ્થાઓ તથા એન.જી.ઓ.ના સારવાર કેન્દ્ર/ કલેકશન સેન્ટર ઉ૫૨ વન વિભાગના કર્મચારીઓ સુધી ઘાયલ પક્ષીઓને સારવાર માટે પહોંચાડી શકાય.

ઉતરાયણના પર્વની ઉજવણી દ૨મ્યાન બજારોમાં ચાઈનીઝ માંઝાનું વેચાણ ન થાય તેની તકેદારીના ભાગરૂપે બનાસકાંઠા કલેકટરના જાહેરનામાનાં અમલીકરણ માટે પોલીસ વિભાગ સાથે સતત સંપર્ક રાખવામાં આવ્યો છે. તેમજ દિવસ દ૨મ્યાન યુ.જી.વી.સી.એલ. સાથે સંપર્કમાં રહી વીજ લાઈનને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી છે. પશુપાલન, વન વિભાગ, જીવદયા સંસ્થા તથા એન.જી.ઓ. દ્વારા ઘાયલ થયેલા પક્ષીઓનો બચાવવા અંગેની વિગતો એકત્ર કરીને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં આવી રહી હોવાનું નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...