કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં ત્રણ વિદ્યાર્થી, શિક્ષક કોરોનાની ઝપટમાં નવા 4 કેસ નોંધાયા

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસામાં શાળામાં એક શિક્ષક અને એક વિધાર્થિની પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું
  • એક્ટિવ કેસનો આંક 14 પર પહોંચ્યા

કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યામાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 4 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 14 પર પહોંચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે જેમાં આજે જિલ્લામાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 14 પર પહોંચી છે. ડીસાની એક શાળામાં શિક્ષક અને વિધાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. શાળાના શિક્ષકને શરદી અને ખાંસીના લક્ષણો જણાતા ડીસાના અર્બન હેલ્થ સેન્ટર પર સારવાર માટે ગયેલા હતા. તે દરમ્યાન અર્બન હેલ્થ સેન્ટર પર શિક્ષક નો એન્ટીજન ટેસ્ટ લેવામાં આવતા પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જેથી ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક હરકતમાં આવીને ડીસાની જે શિક્ષક અભ્યાસ કરાવતા તેમની શાળામાં પહોંચી વિધાર્થીઓના એન્ટીજન ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાં અભ્યાસ કરતી એક વિધાર્થિનીનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ અંગે ડીસા અર્બન હેલ્થ ઓફિસર ડો.કે.પી.દેલવાડિયા એ જણાવ્યું હતું કે આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે એક વ્યક્તિ આવેલા જે હાઈસ્કૂલ માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેમની ઉમર 44 વર્ષ જેટલી છે જેમને તાવ શરદી ખાસીના થોડા લક્ષણો જણાતા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવીને ટેસ્ટ કરાવેલો જે પોઝિટિવ આવેલો જેના આધારે તેમની શાળાની અંદર ભણાવતા બીજા શિક્ષક ગણ વિદ્યાર્થીમિત્રો ના ટેસ્ટ કરતાં હતાં. વિદ્યાર્થિની એક હતી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે બંનેને હાલ હોમ ક્વોરન્ટાઈન કરેલા છે તેમના સિવાયના બીજા બધા લોકો કોન્ટેક માં આવેલા છે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે બધા નેગેટિવ આવેલા છે.

સંક્રમિત દર્દી
સ્ત્રી-પુરુષ વિસ્તાર

પુરુષ સહયોગસોસાયટી પાલનપુર
સ્ત્રી પરફેક્ટ રેસીડેન્સી પાલનપુર
પુરુષ ધરણીધર સોસાયટી ડીસા
સ્ત્રી કચ્છી કોલોની ડીસા

ત્રીજા દિવસે 9941 વિદ્યાર્થીઓને વેક્સિન
બુધવારે મમતા દિવસની કામગીરીમાં આરોગ્ય સ્ટાફ વ્યસ્ત હોવા છતાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં 15થી17 વર્ષના કિશોરોને વેકસીનેટ કામગીરી કરવામાં આવી હતી. જેમાં પાલનપુરમાં 2216 અને ડીસામાં 1637 મળી જિલ્લામાં 9941 છાત્રોને વેક્સિન આપવામાં આવ્યા છે."> ડો. જીગ્નેશ હરિયાણી આરસીએચ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...