કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 26 કેસ નોંધાયા

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડીસામાં 11 અને પાલનપુર-થરાદમાં 3-3 કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે જેને લઇ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે જિલ્લામાં મ્યુકોર માઇકોસિસના કેસો સામે આવતા તંત્રની દોડધામ વધી ગઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના ની બીજી વેવમાં કોરોના સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું જેમાં પ્રતિદિન જિલ્લામાં અઢીસોથી ત્રણસો કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા હતા. જિલ્લામાં તેજીથી વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લામાં અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યા હતા. જેને લઈ હાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો માં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજે પાલનપુરમાં 03, વડગામમાં 02, દાંતીવાડામાં 01, ડીસામાં 11, ધાનેરમાં 02, લાખણીમાં 01, દિયોદરમાં 01, થરાદમાં 03 અને વાવમાં 02 સહિત જિલ્લામાં 26 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...