તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 21 કેસ નોંધાયા

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં 8 અને ડીસામાં 5 કેસ

બનાસકાંઠા જિલ્લામાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમા ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઇ તંત્રએ રાહત નો શ્વાસ લીધો છે પણ જિલ્લામાં મ્યુકર માઇકોસિસ કેસોમાં સામે આવતા તંત્ર દોડતું થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું જિલ્લામાં અઢીસોથી ત્રણસો પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા હતા. જેને લઈ તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યા હતા. જેથી કરી કોરોના સંક્રમણ ની ચેઈન તોડી શકાય. જોકે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો માં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજે જિલ્લાના સાત તાલુકાઓમાં કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. પાલનપુરમાં 8 થરાદમાં 2 દિયોદરમાં 1 ધાનેરમાં 2 ડીસામાં 5 વડગામમાં 2 દાંતામાં 1 સહિત જિલ્લામાં 21 કોરોના પોઝીટીવ કેશ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...