બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં આજે જિલ્લા 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે એક્ટિવ કેસ આંક 58 પર પહોંચ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લા આજે 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RTPCR 4087 અને એન્ટીજન 1046 ટોટલ 5133 જેવા ટેસ્ટ કરતા 19 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે. પાલનપુરમાં 10 ડીસામાં 05 દાંતીવાડામાં 03 દાંતામાં 01 સહિત જિલ્લાના 4 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 02 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 58 પર પહોંચ્યો છે.
કોરોના સંક્રમિત દર્દી | ||
ઉંમર | સ્ત્રી-પુરુષ | સરનામું |
46 | પુરુષ | ગાયત્રી સોસાયટી, ભીલડી |
23 | પુ. | એલ.કે.પાર્ક, તીનહનુમાન રોડ, ડીસા |
32 | પુરુષ | પાલનપુર |
32 | પુરુષ | પાલનપુર બેંક ઓફ બરોડા, |
36 | પુરુષ | પાલનપુર |
34 | પુરુષ | પાલનપુર |
62 | મહિલા | પાલનપુર |
20 | પુરુષ | પાલનપુર |
23 | મહિલા | રાજગઢી, મોટીબજાર, પાલનપુર |
59 | મહિલા | વ્રજભૂમિ સોસાયટી, ડેરી રોડ, |
27 | મહિલા | રાધે બંગ્લોઝ, ડેરી રોડ, પાલનપુર |
56 | પુરુષ | કૃષિ યુનિવિર્સિટી, દાંતીવાડા |
22 | પુરુષ | કૃષિ યુનિવિર્સિટી, દાંતીવાડા |
22 | પુરુષ | કૃષિ યુનિવિર્સિટી, દાંતીવાડા |
35 | પુરુષ | ગોરાડ, પીએચસી, દાંતા |
51 | પુરુષ | સેમોદ્રા, પાલનપુર |
45 | પુરુષ | રત્નકાર સોસાયટી, ડીસા |
35 | પુરુષ | રાણપુર આથમણવાસ, ડીસા |
35 | પુરુષ | રાણપુર આથમણવાસ, ડીસા |
જિલ્લામાં 90.33 ટકાને પહેલો,96.11ટકાને બીજો ડોઝ મળ્યો
" પાલનપુરમાં શનિવારે કેટલીક શાળાઓમાં કોવેક્સિન બાળકોને આપવામાં આવી હતી જ્યારથી વેક્સિનેશન શરૂ કર્યું છે ત્યારથી લઈને આજદિન સુધીમાં અંદાજીત 1 લાખથી વધુ બાળકોને કો-વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. 18 થી ઉપરમાં જિલ્લામાં 90.33 ટકાને પહેલો ડોઝ તેમજ 96.11ટકાને બીજો ડોઝ અપાઈ ગયો છે.> ડો. જીગ્નેશ હરિયાણી (ડિસ્ટ્રીકટ આરસીએચ ઓફિસર )
શહેરોમાં 15 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત
"કેસ વધતા નવા ધન્વંતરી રથ શરૂ કરાયા. જિલ્લામાં હાલ 15 રથ કાર્યરત છે.2779 ઓક્સિજન બેડ સહિત કુલ-4275 બેડની વ્યવસ્થા,176 જેટલાં વેન્ટીલેટર બેડ 1294 સેન્ટ્રલ ઓક્સિજન લાઇન અને 19 પી.એસ.એ.ઓક્સિજન પ્લાંન્ટ છે. ડો. નરેશ ગર્ગ (ડિસ્ટ્રીકટ એપેડેમીક ઓફિસર)
મહેસાણામાં 41,અરવલ્લી 18,સા.કાં.8,પાટણમાં 12
મહેસાણા: મહેસાણા જિલ્લામાં ઓગસ્ટથી ડિસેમ્બર સુધીના 153 દિવસમાં માત્ર 38 કેસ સામે આવ્યા હતા. જ્યારે છેલ્લા 8 દિવસમાં 155 કેસ સામે આવી ચૂક્યા છે. શનિવારે વધુ 41 કેસ નોંધાયા હતા. તેની સામે 3 દર્દી ડિસ્ચાર્જ થતાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 150 થયા છે. રાહતની વાત એ છે કે, ગુરૂવાર સુધીના 112 દર્દીઓ પૈકી માત્ર 3 દર્દીઓ દાખલ છે. એટલે કે, હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ માત્ર 2.67 ટકાનું રહ્યું છે. જિલ્લામાં ઓમિક્રોન વેરીયન્ટના વધુ 3 દર્દીઓના બંને રિપોર્ટ નેગેટીવ આવતાં ડિસ્ચાર્જ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટના 7 દર્દીઓ સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત સાબરકાંઠામાં આઠ કેસ,અરવલ્લીમાં 18 કેસ અને પાટણમાં 12 કેસ નોંધાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.