તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનો ઘટાડો યથાવત, આજે નવા 19 કેસ નોંધાયા

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસામાં 10, પાલનપુર 3 કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમા સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં બીજી વેવમાં કોરોના સંક્રમણ તેજી થી વધી રહ્યું હતું પ્રતિદિન કોરોના પોઝીટીવ કેસો અઢીસો થી ત્રણસો આવવા લાગ્યા હતા. જેને લઈ બનાસકાંઠા જિલ્લાના વેપારીઓ અને તંત્રએ જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવતા અત્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી તંત્રએ રાહત નો શ્વાસ લીધો છે પરંતુ મ્યુકર માઇકોસિસ નામનો રોગ જિલ્લામાં જોવા મળતા તંત્ર ફરી દોડતું થયું છે.

આજે જિલ્લામાં દાંતામાં 02 દિયોદરમાં 01 લખણીમાં 02 થરાદમાં 01 પાલનપુરમાં 03 અને ડીસામાં 10 સહિત જિલ્લામાં 19 કોરોના પોઝીટીવ કેશ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...