બનાસકાંઠા જિલ્લામાં 528 ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે ગઇકાલે પૂર્ણ થઇ છે. જેમાં 1877 સરપંચ ઉમેદવારો અને વોર્ડના 4562 જેટલા સભ્યોનું ભાવિ મતદાનની 2766 મત પેટીઓમાં સીલ થયું છે. આવતીકાલે જિલ્લાના 14 સેન્ટરોમાં 528 ગ્રામ પંચાયતની મતગણતરી પ્રક્રિયા વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાશે. જેને લઇ વહીવટીતંત્રની સજ્જ બન્યું છે.
પાલનપુર તાલુકાનું માઇનિંગ ડિપાર્ટમેન્ટ સરકારી એન્જિનિયરિંગ કોલેજ જગાણા ખાતે રાખવામાં આવ્યું છે. વાવ તાલુકાનું પ્રથમ માળ મોડેલ સ્કૂલ વાવ ખાતે રાખવામાં આવ્યું છે. દાતા તાલુકાનું સર ભવાનીસિંહ વિધાલય દાતા ખાતે રાખવામાં આવ્યું છે. ધાનેરા તાલુકાનું કે. આર આંજણા કોલેજ ધાનેરા થરાદ હાઇવે પર રાખવામાં આવ્યું છે.
ભાભર તાલુકાનુ સરકારી મોડેલ સ્કૂલ પ્રથમ માળ ભાભર ખાતે રાખવામાં આવ્યું છે. કાંકરેજ તાલુકાનું મોડેલ સ્કૂલ પ્રથમ માળ રતનપુરા સિહોરી ખાતે રાખવામાં આવ્યું છે. દિયોદર તાલુકાનું મોડેલ સ્કૂલ પ્રથમ માળ મામલતદાર કચેરી સામે દિયોદર ખાતે રાખવામાં આવ્યું છે. લાખણી તાલુકાનું તાલુકા સેવા સદન ભોય તળિયે લાખણી ખાતે રાખવામાં આવ્યું છે. વડગામ તાલુકાનું વી. જે પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે રાખવામાં આવ્યું છે. દાંતીવાડા તાલુકાનું પ્રથમ માળ થિયરી હોલ, ઓડિયો વિઝયુલ રૂમ ઔધોગિક તાલીમ સંસ્થા દાંતીવાડા ખાતે રાખવામાં આવ્યું છે.
સુઇગામ તાલુકાનું તાલુકા સેવા સદન ભોય તળિયે મામલતદાર કચેરી સુઈ ગામ ખાતે રાખવામાં આવ્યું છે. થરાદ તાલુકાનું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મીઠા રોડ ખાતે રાખવામાં આવ્યું છે. ડીસા તાલુકાનું ડી. એન. પી ગર્લ્સ હાઇસ્કુલ ડીસા ખાતે રાખવામાં આવ્યું છે અને અમીરગઢ તાલુકાનું અમીરગઢ તાલુકા પ્રાથમિક કેન્દ્ર શાળા ખાતે રાખવામાં આવી છે. મતગણતરી લઇ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.