કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં નવા 13 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 68 પર પહોંચ્યો

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પાલનપુરમાં 09 અને ડીસામાં 02 નવા પોઝિટિવ કેસ
  • જિલ્લા RTPCR 1663 અને એન્ટીજન 695 ટેસ્ટ કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં આજે જિલ્લા 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસ આંક 68 પર પહોંચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લા આજે 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RTPCR 1663 અને એન્ટીજન 695 ટોટલ 2358 જેવા ટેસ્ટ કરતા 13 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે. પાલનપુરમાં 09 ડીસામાં 02 લાખણીમાં 01 વડગામમાં 01 સહિત જિલ્લાના 4 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 03 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 68 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...