તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનો ઘટાડો યથાવત, આજે નવા 10 કેસ નોંધાયા

પાલનપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે લાખણીમાં 04, ડીસામાં 02 અને દાંતા, વડગામ, દાંતીવાડા અને થરાદમાં એક એક કેસ નોંધાયો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ જોવા ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઇ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું જિલ્લામાં અઢીસોથી ત્રણસો પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા હતા. જ્યારે હવે સંક્રમણ પૂર્ણતાના આરે છે. જિલ્લામાં આજે માત્ર 10 જ પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.

જિલ્લામાં કોરોનાની બીજી વેવમાં સંક્રમણ વધતાં તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું હતું. જેથી કરી કોરોના સંક્રમણની ચેન તોડી શકાઉ છે. જોકે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે નોંધાયેલા નવા 10 કેસ પૈકી દાંતામાં 01, વડગામમાં 01, દાંતીવાડામાં 01, ડીસામાં 02, લાખણીમાં 04 અને થરાદમાં 01 સહિત જિલ્લામાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...