• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • In Banaskantha, A Young Woman, Fed Up With Her Father in law's Harassment, Rushed To The Railway Station To Commit Suicide, 181 Team And Police Rescued Her.

181ની સરાહનીય કામગીરી:બનાસકાંઠામાં સાસરી પક્ષના ત્રાસથી કંટાળી એક યુવતી રેલવે સ્ટેશન પર આત્મહત્યા માટે પહોંચી, 181ની ટીમ અને પોલીસે બચાવી

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામીણ વિસ્તારમાં યુવતીના તેની મરજી વિરુદ્ધ લગ્ન થયા હતા
  • પતિ ગમતો ના હોવા છતા માતાપિતા પરાણે સાસરે મોકલતા હતા

બનાસકાંઠા જિલ્લામાં એક પરિણીતા પાલનપુર રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરવા માટે પહોંચતા 181ની ટીમે બચાવી હતી. યુવતીના તેની મરજી વિરુદ્ધ લગ્ન કરી દેવાયા હોય સાસરી પક્ષના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, 181 અને મહિલા પોલીસની ટીમે સમય સૂચકતા વાપરી યુવતીને બચાવી તેના પરિવારજનોને સોંપી હતી.

બનાસકાંઠાના ગ્રામિણ વિસ્તારની યુવતી લગ્ન તેણીની મરજી વિરૂધ્ધ થયા હતા. યુવતીને પતિ ગમતો ન હતો, છતાં યુવતીને માતા- પિતાએ પરાણે સાસરે મોકલી હતી. જોકે, સાસરીમાં પણ ચૂસ્ત નિયમોનું પાલન કરાવવામાં આવતું હતુ. યુવતીને બહાર નીકળવા દેતા ન હતા. શારિરીક- માનસિક ત્રાસથી કંટાળી આ યુવતી રવિવારે મોડીરાત્રે પાલનપુર રેલવે સ્ટેશને ટ્રેનમાં કપાવવા માટે આવી હતી. જોકે, આ અંગેનો કોલ બનાસકાંઠા 181ના કાઉન્સેલર અને મહિલા પોલીસ મમતાબેન મળતા તાત્કાલિક રેલવે સ્ટેશન પહોચી ગયા હતા. જેમણે કાઉન્સિંગ કર્યુ દરમિયાન યુવતીનો ભાઇ આવતા તેને સહિ સલામત સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...