છાત્રોનો સંદેશ: હસી-ખુશી રસી લો:બનાસકાંઠામાં પ્રથમ દિવસે 43.91 ટકા રસીકરણ પ્રથમ દિવસે 90890ના ટાર્ગેટ સામે 39911 છાત્રોએ રસી અપાઈ

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાળકોએ હસતા મોઢે કહ્યું, કોરોનાને હરાવવાનો વેક્સિન જ એકમાત્ર ઉપાય - Divya Bhaskar
બાળકોએ હસતા મોઢે કહ્યું, કોરોનાને હરાવવાનો વેક્સિન જ એકમાત્ર ઉપાય
  • ઉત્તર ગુજરાતમાં પ્રથમ દિવસે 15 થી 18 વર્ષના 1,35,309 વિદ્યાર્થીઓને કોવેક્સિનનો પ્રથમ ડૉઝ અપાયો
  • 15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિન મહાકુંભ

જિલ્લામાં 90890ના ટાર્ગેટ સામે 39911 (43.91 ટકા) છાત્રોને રસી અપાઇ હતી. 56.09 ટકા વેકસિનેશન ઓછું થયું હતુ. જે છાત્રોએ રસી લીધી છે તેમણે અદમ્ય ઉત્સાહ સાથે પહેલી જ પહેલમાં રસી કરણની બાબતેની બુઝુર્ગો અને તેમની બે પેઢી વચ્ચે જે વિચાર સરણી હતી તે ભેદ ભૂંસી નાખ્યો હતો. પ્રથમ દિવસના કુલ 90890 છાત્રોના ટાર્ગેટ સામે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 39911 (43.91 ટકા) છાત્રોને રસી આપવામાં આવી હતી. ટાર્ગેટ કરતાં 56.09 ટકા રસીકરણ અોછું થયું હતુ. છાત્રો પ્રથમ વખત રસી લઇ રહ્યા હોવા છતાં ભય ઓછો અને ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો.

જેમણે 60 વર્ષની ઉંમરના વડીલોને રસીથી કોઇ આડ અસર કે હાની થતી નથી. તેવો સંદેશો આપ્યો હતો. ભાગળ પીંપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સી. એચ. ઓ. લક્ષ્મીબેને, એફ. એચ. ડબલ્યું મીનાબેન ઠાકોરે જણાવ્યું કે, અગાઉ 60 વર્ષથી ઉપરના વડીલોને રસી આપવા ગયા હતા. ત્યારે તેઓ તેની આડ અસરની અફવાઓથી પ્રેરાઇને રસી લેવાની આના- કાની કરતા હતા. તેમને સમજાવવા માટે ખુબ જ પ્રયત્નો કરવા પડે છે. જોકે, આજની યુવા પેઢીએ સોમવારે જરાપણ જીજક રાખ્યા વગર નિર્ભય અને ઉત્સાહ પૂર્વક રસી લઇ વડીલોને એક સારો સંદેશ આપ્યો છે.

આ અંગે છાત્રા કોમલ પટેલે જણાવ્યું હતુ કે, અમે વિજ્ઞાનમાં માનીએ છીએ. રસી લેવાથી કોઇ આડ અસર થતી નથી. 65 વર્ષિય વડીલ રસીકભાઇ ચૌહાણે જણાવ્યું કે, રસી લેવાથી મૃત્યુ થઇ જશે કે, કોઇ આડ અસર થશે તેવી અફવાઓથી ખુબ જ ભય લાગતો હતો. જોકે, અત્યાર સુધીમાં રસી લેનારા તમામ લોકો સ્વસ્થ છે. હવે હું ચોક્કસ સમયાંતરે રસીના બંને ડોઝ, બુસ્ટર ડોઝ લઇશ અને મારા વડીલ મિત્રોને પણ તેમ કરવા માટે કહીશ.

રસી માટે ઉત્સાહ
રસીકરણના પ્રથમ દિવસે બાળકોએ ઉત્સાહ સાથે રસી મુકાવી હતી. હારિજની સર્વોદય વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કકીબેન જયંતીજી ઠાકોરએ હસતા મોઢે રસી લઈ રસી લઇ અન્ય છાત્રોને સુરક્ષિત હોવાનો સંદેશો આપ્યો હતો. જોટાણાની શ્રી રામ સર્વ વિદ્યાલયના છાત્રએ જીવનમાં પહેલીવાર રસી માટે ઇન્જેક્શન લીધું હતું, તેણે કહ્યું, વેક્સિન જ કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય છે. તો કોરોના વેક્સિન લીધાની યાદગીરી રહે તે માટે મહેસાણાની વિદ્યાર્થિનીએ વેક્સિન લેતાં સેલ્ફી લીધી હતી.

ચંડીસર શાળાના બાળકોએ હેલ્થ સ્ટાફને સલામી આપી
પાલનપુર:પાલનપુર ડીસા હાઈવે પર આવેલી ચંડીસર ગામની સોમાણી હાઇસ્કૂલમાં ધો. 10થી12માં 205 બાળકો અભ્યાસ કરે છે. એક બાળકી ભોજનકે નાસ્તો કર્યા વિના આવી હોવા છતાં તેને વેકસીન લઈ હિંમત બતાવી હતી. આ શાળાના છાત્રોએ આરોગ્ય સ્ટાફને સામુહિક સલામી આપી કોરોના કાળમાં સેવાઓ આપવા બિરદાવ્યા હતા. વંદના નામની છાત્રએ જણાવ્યું હતું કે " આ હેલ્થ સ્ટાફના લીધેજ અમે સુરક્ષિત રહીશું. 28 દિવસે ફરી વેકસીન લેવાનું જણાવ્યું છે.

10 જાન્યુઆરી પછી બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરાશે
જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ સોમવારે પાલનપુર વિદ્યા મંદિર અને ડીસા આદર્શ વિદ્યાલયથી 15 થી 18 વર્ષના છાત્રોને રસી આપવાનો પ્રારંભ કરાવ્યો હતો.જિલ્લામાં 18 વર્ષ ઉપરના90 ટકા લોકોને કોરોના વેક્શીનનો પ્રથમ અને બીજો ડોઝ અપાયો છે. હવે 15 થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં 2.20 લાખ જેટલાં 15 થી 18 વર્ષના કિશોરોને ચારથી પાંચ દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન છે. તા.10 જાન્યુઆરી-2020 પછી જિલ્લામાં 25219 હેલ્થ વર્કરો અને 47058 ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને બુસ્ટર ડોઝ આપવા પણ ધ્વારા એક્શન પ્લાન ઘડાયો છે.

કાણોદર ગામની હાઇસ્કુલમાં લઘુમતી સમાજની છાત્રાઓએ રસી માટે ઉત્સાહ દાખવ્યો
કોરોના સામેની લડતમાં હિંદુ- મુસ્લિમ સહીતનો ધર્મ પાળતા લોકો ભેગા થઇ જાગૃતિ લાવી રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાની કાણોદરની સ્કુલમાં મુસ્લિમ સમાજની છાત્રાઓએ રસી લઇ ઉત્સાહ પૂર્વક જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

દીકરીઓ જાહેરમાં રસી લેતાં સંકોચ ન અનુભવે એ માટે અલગ વ્યવસ્થા
પાલનપુર તાલુકાની ભાગળ (પીં)ની એસ. ડી. એલ. શાહ હાઈસ્કુલના આચાર્ય કિરીટભાઇ પટેલે જણાવ્યું કે, દીકરીઓ જાહેરમાં રસી લેતાં શારિરીક સંકોચ ન અનુભવે તે માટે તેમના માટે એક ઓરડામાં અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટાફની બહેનો દ્વારા તેમને બેડ ટચ ગુડ ટચ અંગે માહિતી પણ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...