તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયકલોનું વિતરણ બાકી:બનાસકાંઠામાં ગત વર્ષે ધો-9માં અભ્યાસ કરતી 400 છાત્રાઓ સાયકલથી વંચિત

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 31 જાન્યુ.2021 પછી દરખાસ્ત થયેલી શાળાઓમાં સાયકલોનું વિતરણ બાકી છે જે આગામી સમયમાં કરાશે

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી છાત્રાઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિનામૂલ્યે સાયકલ આપવાની યોજના અમલી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે 400 ઉપરાંત છાત્રાઓને સાયકલ આપવામાં આવી નથી. જે આગામી સમયમાં વિતરણ કરાશે તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું હતુ.

બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે ધોરણ 9માં અભ્યાસ કરતી બક્ષીપંચ અને જનરલ કેટેગરીમાં આવતી છાત્રાઓને સાયકલો આપવામાં ન આવી રાવ ઉઠવા પામી છે. ત્યારે આ અંગે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એચ. એસ. પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2021ની સ્થિતિએ જિલ્લાના કુલ 14 તાલુકામાં 9047 સાયકલોનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. દરેક શાળાઓને 31 તારીખ સુધીમાં છાત્રાઓની યાદી મોકલવાની સૂચના અપાઇ હતી. જોકે, તે પછી 28 દિવસ સુધી શાળાઓમાં છાત્રાઓના એડમિશન થયા હતા. જેથી તેમના દ્વારા સાયકલોની દરખાસ્ત મોડી મળી હતી. આવી 400 ઉપરાંત છાત્રાઓની યાદી આવી છે. જે અમોએ સરકારમાં મોકલી લીધી છે. અને આગામી સમયમાં તમામ છાત્રાઓને સાયકલનું વિતરણ કરવામાં આવશે.

જિલ્લામાં સાયકલોનું વિતરણ

તાલુકો સાયકલની સંખ્યા

પાલનપુર1385
વડગામ901
કાંકરેજ895
ડીસા1387
લાખણી399
દિયોદર641
ધાનેરા491
થરાદ854
ભાભર432
વાવ559
સૂઇગામ225
દાંતીવાડા363
દાંતા444
અમીરગઢ71
કુલ9047
અન્ય સમાચારો પણ છે...