તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવહન:બનાસકાંઠામાં 219 બસો હજુ બંધ 375 એસટી બસો દ્વારા 1287 ટ્રિપ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજના 75 હજાર મુસાફરો મુસાફરી કરે છે જેના લીધે રૂ.32થી 33 લાખની પ્રતિદિન આવક થાય છે

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર વિભાગીય નિયામક કચેરી હસ્તક આવતા 7 ડેપોની 219 બસો વ્યાપક માંગ વચ્ચે પણ બંધ છે. જિલ્લામાં હાલ 375 બસો દ્વારા 1287 ટ્રિપ દ્વારા 1.67 લાખ કિલોમીટર બસો દોડે છે.જેમાં દરરોજના 75 હજાર મુસાફરો મુસાફરી કરે છે જેના લીધે 32થી33 લાખની પ્રતિદિન એસટી નિગમને આવક થાય છે. વૈશ્વિક મહામારી કોરોનાની અસર હવે નહિવત્ રહી હોવા છતાં પણ એસટી વિભાગ દ્વારા તમામ બસો શરૂ કરવામાં આવી નથી. જિલ્લાની 594 બસ પૈકી હાલ 375 બસ સેવા શરૂ કરવામાં આવી છે.

જિલ્લા વિભાગીય પરિવહન અધિકારી સંદીપ પટેલે જણાવ્યું હતું કે " અંબાજી, ડીસા, દિયોદર, પાલનપુર, રાધનપુર, સિદ્ધપુર અને થરાદ એસટી ડેપોના 594 બસ પૈકી 375 બસ સેવા શરૂ કરવામાં આવી છે.જેમાં જુદા જુદા 1287 ટ્રિપ દોડાવવામાં આવે છે. સૌથી વધુ એસ.ટી ટ્રીપ અમદાવાદથી પાલનપુરની વચ્ચે દોડે છે. અંદાજે 100 જેટલી બસો આ રૂટ પર દોડતી હશે. જિલ્લાની 375 બસો દ્વારા 167 લાખ કિલોમીટરનું અંતર કાપવામાં આવે છે. જિલ્લામાં પ્રતિદિન 75 હજાર કરતાં વધુ મુસાફરો એસટીની મુસાફરી કરે છે જેના લીધે વિભાગીય નિગમને રૂપિયા 32થી 33 લાખની આવક થાય છે."

7 ડેમોમાં 594 બસ પૈકી 375 શરૂ

ડેપોશરૂબંધ
અંબાજી6952
ડીસા10265
દિયોદર7858
પાલનપુર9448
રાધનપુર8242
સિધ્ધપુર8960
થરાદ8050
અન્ય સમાચારો પણ છે...