ભાજપનો દબદબો યથાવત:બનાસબેંકની ચૂંટણીમાં 6 ભાજપના,3 બળવાખોર જીત્યા

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 બિનહરીફ સહિત 16 બેઠકો પર ભાજપનો કબજો,પાલનપુર, વડગામ અને દિયોદરમાં બળવો કરનારા ફાવ્યા
  • ​​​​​​​કેટલાક આગેવાનોએ ભાજપના ઉમેદવારને હરાવવા ભૂમિકા ભજવી, સરખા મત મળતાં ચિઠ્ઠી ઉછળતાં બળવાખોર કેસરભાઈ ચૌધરી જીત્યા

બનાસબેન્કની 19 પૈકી 10 બેઠકો બિનહરિફ થયા બાદ 9 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 9 ઉમેદવાર અને ભાજપના બળવાખોર 3 ઉમેદવારની જીત થઈ હતી.ભાજપને પાલનપુર,વડગામ અને દિયોદર બેઠક ગુમાવવી પડી હતી.બેંક બનાસ બેંકની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા 11 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યાં હતાં. જે પૈકી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કાંકરેજથી અણદાભાઇ પટેલ અને ધાનેરાથી એમ.એલ.ચૌધરી બિનહરીફ વિજેતા જાહેર થયા હતાં. જયારે અન્ય નવ ઉમેદવાર માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણી બાદ સોમવારે પાલનપુર ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં ભાજપ દ્વારા અપાયેલ મેન્ડેટમાં ડીસા બેઠક પરથી જીગરભાઇ દેસાઈ, લાખણી બેઠક પરથી નારણભાઇ દેસાઈ, દાંતીવાડા બેઠક પરથી સવસીભાઇ ચૌધરી, ભાભર બેઠક પરથી પીરાજી ઠાકોર, સુઈગામ બેઠક પરથી દાનાજી ચાવડા અને જીલ્લાની ઈતર મંડળી વિભાગમાં ડાયાભાઈ પિલીયાતર વિજેતા બન્યા હતાં.

જ્યારે પાલનપુર, વડગામ અને દિયોદર બેઠક ભાજપને ગુમાવવાનો વારો આવ્યો છે. અગાઉ ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ વિરૂધ્ધમાં ઉમેદવારી કરનાર નટવરભાઈ ચૌધરી (દાંતીવાડા), તેજાભાઇ ચૌધરી (લાખણી), ઈશ્વરભાઈ ચૌધરી (દિયોદર), પરથીભાઈ ચૌધરી (પાલનપુર) અને કેશરભાઈ ચૌધરી (વડગામ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.જેમાં ત્રણ બેઠકો પર બળવાખોર ઉમેદવાર વિજયી બન્યા હતા.જ્યારે દાંતીવાડા અને લાખણીમાં હાર થઈ હતી.હવે ભાજપના બળવાખોર ઉમેદવારોને મદદ કરનારા સામે પણ કાર્યવાહી કરાનાર છે.

સરખા નામવાળા ઉમેદવારોના મતો પણ એકસરખા આવ્યા ચિઠ્ઠી ઉછાળીને ફેસલો
વડગામ તાલુકાના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપ પક્ષે મેન્ડેડ બનાસ બેન્ક ચાલુ ડિરેક્ટર કેશર ભાઈ વાયડાને આપ્યું હતું. જેમાં બંને સરખા નામ ધરાવતા ઉમેદવારોના સરખાં મતો પડતા પાલનપુર પ્રાંત કચેરી ખાતે ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં બળવાખોર ઉમેદવાર માર્કેટ યાર્ડના ચેરમેન કેસરભાઈ ચૌધરીને વિજેતા જાહેર કરાયા હતા.

ભાજપ પ્રેરીત વિજેતા બનેલા ઉમેદવાર
બેઠક ઉમેદવાર મેળવેલ મત લીડ
દાંતીવાડા સવસીભાઈ સતાભાઈ ચૌધરી 26 2 (ભાજપ)
ડીસા જીગરભાઈ ભગવાનભાઈ દેસાઈ 117 109( ભાજપ)
લાખણી નારણભાઇ નાગજીભાઈ દેસાઈ 40 11 (ભાજપ)
ભાભર પીરાજી કુંવરસીજી ઠાકોર 38 28 (ભાજપ)
સુઈગામ દાનુંજી પથાજી ચાવડા 21 9 (ભાજપ)
ઈતર મંડળી
ડાહ્યાભાઈ નાનજીભાઈ પિલિયાતર 622 580 (ભાજપ)

ભાજપના બળવાખોર વિજેતા ઉમેદવાર
પાલનપુર પરથીભાઈ અભાભાઈ લોહ 32 4
વડગામ કેશરભાઈ પરથીભાઈ ચૌધરી 35 ટાઈ પડતા વિજેતા)
દિયોદર ઈશ્વરભાઈ તેજાભાઈ પટેલ 68 53
ફોર્મ પરત ખેંચવા સમયે બે બિનહરીફ
સાંતલપુર: શંકરભાઇ લગધીરભાઇ ચૌધરી
રાધનપુર: કેશુભા ગોવિંદજી પરમાર

પાલનપુરના કેટલાક આગેવાનો ભાજપના બળવાખોર ઉમેદવારના પ્રચારમાં ઉતર્યા
પાલનપુરના કેટલાક સહકારી આગેવાનોએ પરથીભાઈના સમર્થનમાં પ્રચાર અર્થે ઉતર્યા હતા અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વહેતી થયા બાદ જિલ્લા ભાજપે તેવા સહકારી નેતાઓને બોલાવી મેન્ડેડ આપ્યું છે તે ઉમેદવારની તરફેણમાં રહી જીતાડવા કામે લાગવા જણાવ્યું હતું જોકે હવે ભાજપના ઉમેદવારની હાર થતા પાલનપુરના કેટલાક સહકારી આગેવાનો વિરુદ્ધ પાર્ટી દ્વારા શિસ્ત ભંગના પગલાં લેવાઈ શકે છે.

અગાઉ બિહરીફ થયેલા ઉમેદવાર
ધાનેરા: મસોતભાઈ લવજીભાઈ ચૌધરી
દાંતા: પ્રભુભાઈ બેચરભાઈ પટેલ
થરાદ: શૈલેષભાઈ પરબતભાઈ પટેલ
વાવ: માવજીભાઈ ચતરાભાઈ પટેલ
કાંકરેજ: અણદાભાઈ રામાભાઈ પટેલ
અમરીગઢ: જીતેન્દ્રસિંહ ડાભી
દૂધ મંડળી મહિલા વિભાગ: મરઘા બેન રતનસીભાઈ પટેલ
સ્વ સહાય જૂથ મહિલા વિભાગ: સીતાબેન બાબુભાઈ રાવલ

દિયોદરના બળવાખોર ઉમેદવારને બનાસડેરીના ડિરેક્ટર હોવાનો લાભ મળ્યો
દિયોદર બેઠક પરથી વિજેતા થયેલા બળવાખોર ઉમેદવાર અને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલ ઈશ્વરભાઈ ચૌધરી હાલમાં બનાસ ડેરી અને બનાસ બેંકના ડિરેક્ટર છે. આ ઉપરાંત તેઓના ભાઈ બનાસ ડેરીમાં સારી જગ્યાએ છે જેથી ભાજપને દિયોદર સીટ ગુમાવવી પડી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...