દુષ્કર્મ:આરખીમાં સગીરા ઉપર ખેતર માલિકે દુષ્કર્મ ગુજાર્યુ

પાંથાવાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાંતીવાડા તાલુકાના આરખી ગામમાં બુધવારે ખેતરમાં કામ કરતી 14 વર્ષેની સગીરા સાથે ખેતરના માલિકે દુષ્કર્મ આચરતા સગીરા ની માતા એ ખેતર માલિક વિરુદ્ધ પાથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાંતીવાડા તાલુકાના આરખી ગામમાં વસવાટ કરતાં અને ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતાં પરિવારની સગીર કિશોરી ખેતરમાં એકલી કામ કરતી હતી. ત્યારે તેમણા ખેતરનો માલિક સુરેશભાઇ જેઠાભાઇ પટેલે સગીરા ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યુ હતુ. સગીરાએ તેણી માતા ઘરે આવતા સમગ્ર બનાવની વાત કરતાં માતા એ પરિવારના સભ્યોને વાત કર્યા બાદ કિશોરી ને દુખાવો થતાં સારવાર અર્થ પાંથાવાડા સીએચસીમાં લાવી સારવાર કરાવ્યા બાદ ખેતરના માલિક વિરૂધ્ધ તેણી માતાએ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પાંથાવાડા પોલીસે શખ્સની અટકાયત કરી હતી. સમગ્ર કેસની તપાસ એસટી એસી સેલ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...