મેઘમહેર:ધાનેરામાં એક કલાકમાં દોઢ, થરાદ વાવમાં એક ઈંચ વરસાદ ખાબક્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરામાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો હેરાન થયા

બનાસકાંઠા જિલ્લામાં રવિવાર સાંજથી ધીમીધારે વરસાદ પડ્યો હતો. જ્યાં ધાનેરામાં સોમવારે બપોરે એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યાં થરાદ અને વાવમાં 24 કલાકમાં એક ઇંચ વરસાદ થયો હતો. બે સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે. જ્યાં વરસાદ સારો પડતા જિલ્લાના ખેડૂતોની આશા સેવાઇ હતી. જ્યાં સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં પટલો આવતા પાલનપુરમાં ઝાપટું પડ્યું હતું. જ્યારે સાંજે ચાર થી પાંચ વાગ્યામાં ધાનેરા તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જેને લઈ શહેરમાં રસ્તાઓ સહિત નિચાણવાળામાં પાણી જ પાણી ભરાઈ ગયા હતા. જેથી લોકોને રસ્તાઓ ઉપર ચાલવામાં ભારે મુશ્કેલી પડી હતી.બસ સ્ટેન્ડ તરફ જતા માર્ગ, જુના બસ સ્ટેન્ડ સર્કલ, ગાયત્રી મંદિર સામે, તુલસીનગર સામે હાઇવે ઉપર પાણી મોટા પ્રમાણમાં પાણી ભરાતા નાના વાહનો બંધ પડી ગયા હતા અને શાળા છૂટવાનો સમય હોવાથી વિદ્યાર્થીઓ પણ વરસાદમાં હેરાન થયા હતા.જ્યારે થરાદ અને વાવમાં 24 કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વાવના નીચાણવાળા ભાગો રસ્તાઓ રોડની સાઈડમાં વરસાદી પાણી ભરાઈ રહેતા મુસાફરોને પાણીમાથી પસાર થવાનો વારો આવ્યો હતો. જ્યાં જિલ્લાના અન્ય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની અાગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.જ્યારે મહેસાણા અને પાટણ જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ક્યાં કેટલો વરસાદ
અમીરગઢ4
કાંકરેજ1
ડીસા2
થરાદ: 24
દાંતીવાડા2
ધાનેરા37
પાલનપુર3
ભાભર8
વાવ29
સુઇગામ9
લાખણી8

(રવિવાર સાંજે 6 વાગ્યાથી સોમવાર સાંજના 6 વાગ્યાના આંકડા મી.મી.માં )

ઉપરવાસમાં વરસાદ થતાં નદીમાં નવા નીર
ઉપરવાસમાં ભારે વરસાદ થતાં બનાસ નદીમાં નવા નીર આવ્યા છે અને બનાસ નદીમાં બનાવેલ ચેકડેમ ઓવરફ્લો થતા બનાસ નદી નજીક આવેલા ખેડૂતોના કુવાના તળ ઊંચા આવશે તેવું ખેડૂતોનું માનવું છે. ચેક ડેમ ઓવરફ્લો થતાંની સાથે જ અમીરગઢવાસીઓમાં ખુશી જોવા મળી હતી નદી બન્ને કાંઠે વહે તેવી પણ આશા વ્યક્ત કરી રહ્યા છે. તસવીર-રામલાલ મીણા

અન્ય સમાચારો પણ છે...