તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:એક વર્ગખંડમાં 50 ટકા છાત્રો, 50 ટકા શેરી શિક્ષણ મેળવશે

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 6 થી 8ના ઓફ લાઇન વર્ગો શરૂ કરવાના સરકારના નિર્ણયને લઈ શાળા સંચાલકો દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ
  • ધોરણ 6 થી 8ના 1.51 લાખ છાત્રોને ઓફ લાઇન શિક્ષણ આપવા શિક્ષકો- વાલીઓ રાજી

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 8ના ઓફ લાઇન વર્ગો શરૂ કરવાના નિર્ણયને બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો- વાલીઓએ આવકાર્યો છે. જ્યાં 1,51,152 છાત્રોને 5300 વર્ગોમાં કોરોનાની ગાઇડ લાઇન મુજબ શિક્ષણ આપવા માટે શિક્ષણ તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું કે, દરેક વર્ગને સેનેટરાઇઝ કરવામાં આવશે. પ્રત્યેક બાળક અને શિક્ષકને માસ્ક સહિત કોરોના રક્ષણ માટે તમામ નિયમોનું પાલન કરાવી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે અભ્યાસ કરાવવાનો હોઇ વર્ગખંડ વધારવા ન પડે તે માટે એક વર્ગમાં 50 ટકા છાત્રોને જ અભ્યાસ માટે બોલાવવામાં અાવશે. બાકીના 50 ટકા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શેરી શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે. શેરી શિક્ષણ મેળવતાં છાત્રોને આંતરા દિવસે સ્કુલમાં પણ અભ્યાસ કરાવવામાં આવશે. જે રોટેશન ચાલુ રહેશે.

રસી આપી સ્કુલ શરૂ કરવી જોઇએ
જિલ્લામાં આવેલા અંતરિયાળ ગ્રામિણ વિસ્તારોમાં ધોરણ 9માં આવેલા છાત્રો કક્કો બારખડી ભૂલી રહ્યા છે. અક્ષરનું જ્ઞાન નથી. ત્યારે સરકાર દ્વારા ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય આવકાર્ય છે. કોરોના રક્ષણ માટે રસી આપી સ્કુલો શરૂ કરવી જ જોઇએ.: જયકુમાર સોલંકી (પ્રિન્સિપાલ, ડો. બી. આર. આંબેડકર હાઇસ્કુલ, પાલનપુર)

ઘરે બાળકો ઉપર કોઇ ધ્યાન અપાતું નથી
મારો પુત્ર રોહિત ધોરણ સાતમાં અભ્યાસ કરી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી ઘરે જ ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે. અમે પતિ-પત્નિ જોબ ઉપર જઇએ ત્યારે તેના અભ્યાસ ઉપર જરાપણ ધ્યાન આપી શકતા નથી. સરકારે સ્કુલો શરૂ કરવાનો નિર્ણય આવકાર્ય છે.ગીતાબેન પટેલ (પાલનપુર)

ધો. 6 થી 8ના છાત્રો

તાલુકોકુમારકન્યાકુલ
અમીરગઢ35202,7816301
ભાભર33103,0136323
દાંતા61375,87112008
દાંતીવાડા31423,0976239
ડીસા1211410,92823042
દિયોદર46004,2868886
ધાનેરા59305,37911309
કાંકરેજ73636,57213935
લાખણી45704,1408710
પાલનપુર71147,07314187
સૂઇગામ20962,0834179
થરાદ86558,49817153
વડગામ46984,7569454
વાવ47924,6349426
કુલ7804173,111151152
અન્ય સમાચારો પણ છે...