વેક્સિનેશન:317 ગામોમાં 100 ટકા વેક્સીનેશન 19 લાખ લોકોને પ્રથમ ડોઝ અપાયો

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ ડોઝથી વંચિત 20 ટકા નાગરીકોને આરોગ્ય કર્મીઓ ઘરે જઈને રસી અપાશે

બનાસકાંઠા જિલ્લાના 317 ગામોમાં 100 ટકા વેક્સીનેશન કામગીરી કરવામાં આવી છે. જેમાં ડીસાના 75, દિયોદરના 40 , થરાદના 12 ભાભરના 18 અને પાલનપુરના 12 ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લામાં 19 લાખ ઉપરાંત લોકોને રસીનો પ્રથમ ડોઝ પણ અપાયો છે. જ્યારે પ્રથમ ડોઝથી વંચિત 20 ટકા નાગરીકોને આરોગ્ય કર્મીઓ હવે ઘરે ઘરે જઈને રસી આપવાની કામગીરી હાથ ધરશે. જિલ્લામાં વેક્સીનેશનની કામગીરી ખૂબ ઝડપી થઈ રહી છે.

આરોગ્ય વિભાગના ડો. જીગ્નેશ હરીયાણી એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પ્રથમ ડોઝ આપવાની કામગીરી 80 ટકા પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લાનાં 317 ગામોમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે, તેમજ જિલ્લામાં 19 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝનું કોરોના રસીકરણ કરી સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવ્યું છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાને ધ્યાનમાં લઈને બનાસકાંઠા જિલ્લામાં રસીકરણથી વંચિત રહેલા 20 ટકા લોકોને 845 જેટલી વેક્સીનેટર બહેનો દ્વારા ઘરે ઘરે જઈને રસી આપવામાં આવી રહી છે. 71 આર.બી.એસ.કે ટીમોને વેક્સીનેશન રથમાં ફેરવીને મહોલ્લા અને સોસાયટીઓમાં બાકી રહેલા લોકોને રસી આપવાની કામગીરી ચાલુ છે. રૂઢીચુસ્ત માનસિકતાવાળા વિસ્તારોમાં તેમના ધર્મગુરૂઓની મદદથી વેક્સીનેશન કરાઈ રહ્યું છે.

પાલનપુરના વેપારીઓ માટે 15થી 23 સપ્ટે. સુધી કેમ્પ
પાલનપુરના વેપારીઓ માટે 15 સપ્ટે.થી 23 સપ્ટે. સુધી સવારે 9 વાગે કેમ્પ યોજાશે.બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર રસીકરણ કેમ્પ યોજાશે જેમાં 15 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર સુધી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્થળોએ કેમ્પ

 • તા. 15: જૂના ગંજ બજાર
 • તા. 16 શિતલ શોપીંગ સેન્ટર
 • તા. 17 જીઆઈડીસી,સ્વસ્તિક સ્કુલ
 • તા.18 મોટી બજાર, દિલ્હી ગેટ અને સીટીલાઈટ કોમ્પ્લેક્ષ,
 • તા. 19 ગઠામણ રોડ, એંગોલા રોડ, પારપડા રોડ અને ધનિયાણા ચોકડી તેમજ તમામ કન્સ્ટ્રકશન સાઈડ,
 • તા.20 નવાગંજ બજાર, બનાસ ડેરી રોડ કન્સ્ટ્રકશન સાઈડ,
 • તા.21 ઠક્કરબાપા છાત્રાલય
 • તા.22 ફોર્મા કોમ્પ્લેક્ષ તા.પંચાયત પાછળ
 • તા.23. લક્ષમણ ટેકરી હોલ (શાકભાજી સંગઠન તમામ)
અન્ય સમાચારો પણ છે...