તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:બનાસકાંઠાના 14 તાલુકામાં પ્રથમ 5 માસમાં જ 17,375 દસ્તાવેજ બન્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીની 39 કરોડ આવક,ગત વર્ષે 5 મહિનામાં 13,217 દસ્તાવેજ બનતા 16 કરોડની આવક થઇ હતી

બનાસકાંઠા જિલ્લામાં નવા દસ્તાવેજ નોંધણી કરતી રજિસ્ટાર કચેરીએ સરકારને ખણખણીયા કરાવ્યા છે. જિલ્લાના 14 તાલુકામાં પ્રથમ 5 મહિનામાં જ 17,375 દસ્તાવેજ બન્યા છે. જેના લીધે સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીની 39 કરોડ જેટલી આવક થઈ છે. જેની સામે ગત વર્ષે 5 મહિનામાં 13,217 દસ્તાવેજ બનતા 16 કરોડની આવક થઇ હતી.

સમગ્ર બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજ અને સરકારમાં જમા થયેલી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની માતબર આવક થઇ છે. જેથી એવું લાગી રહ્યું છે કે જનજીવન ફરી ધબકવા લાગ્યું છે અને રિયલ એસ્ટેટ વ્યવસાયમાં જાણે પ્રાણ પૂરાયા છે.

જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા મળેલી વિગતો મુજબ પાલનપુરમાં સૌથી વધુ દસ્તાવેજો નોંધવામાં આવ્યા છે. જ્યારે સુઈગામ તાલુકામાં સૌથી ઓછા દસ્તાવેજો નોંધાયા છે. 14 તાલુકાઓમાં નોંધાયેલા 17,313 દસ્તાવેજોથી સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવક 39,00,93,162 થઈ હતી.

જાન્યુઆરીમાં 3,848 દસ્તાવેજો નોંધાતા 8.35 કરોડ, ફેબ્રુઆરી મહિનામાં 4,342 દસ્તાવેજોની નોંધણીમાં થતા 9.93 કરોડ, માર્ચ મહિનામાં 5,319 દસ્તાવેજોની નોંધણી થતા 12.22 કરોડ, એપ્રિલ મહિનામાં 2,245 દસ્તાવેજ નોંધાતા 4.40 કરોડ અને અને મે મહિનામાં 1,559 દસ્તાવેજ નોધાતા 4.08 કરોડ આવક થઈ હતી.

​​​​​​​કોરોનાના કહેર વચ્ચે એપ્રિલ-મેમાં એકલા પાલનપુરમાં 626 દસ્તાવેજ નોંધાયા
કોરોના કહેરની બીજી લહેર દરમિયાન કોરોના સંક્રમિત પરિવારો ઓક્સિજન, હોસ્પિટલના બેડ, તેમજ દવાઓના જથ્થાને લઈ દોડાદોડી કરી રહ્યા હતા તેવામાં પણ પાલનપુરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે ધમધમાટ જારી હતો. કચેરીના અધિકારીએ જણાવ્યું કે કોરોના મહામારીના આંતક વચ્ચે પણ કચેરીમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ચાલી રહી હતી 626 દસ્તાવેજથી 3,03,05,402ની સરકારને આવક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...