તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:તબીબો પરના હુમલાઓને લઈ પાલનપુરમાં આઇ.એમ.એ દ્વારા વિરોધ પ્રદર્શન

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ પ્રદર્શનમાં તબીબોએ કાળી રીબીન ધારણ કરી

દેશમાં વારંવાર તબીબો પર થતા હુમલાઓને લઇ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પાલનપુરમાં આઈ.એમ.એ દ્વારા તબીબોએ કાળી રીબીન ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. તબીબો પર થતા વિવિધ હુમલાઓની ઘટનાઓને આઇ.એમ.એ વખોડી હતી. નેશનલ લેવલે ક્રિમિનલ કોડ બનાવવા, હોસ્પિટલોની સિક્યુરિટી વધારવા, તબીબ સાથે ધમાલ થાય તો ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સહીતની માંગ કરાઈ હતી.

કોરોના મહામારીમાં પણ તબીબોએ લોકોની સેવા કરી

કોરોના સમયે તબીબો સેવા આપવા છતાં ધાર્યું રિઝલ્ટ ન મળતા ઠેર ઠેર તબીબો પર હુમલા થયાના આક્ષેપ સાથે આજે વિરોધ કર્યો હતો. કોરોના મહામારીમાં પણ તબીબોએ લોકોની સેવા કરી છે. પરંતુ તબીબોની સેવાની કદર કરવાને બદલે આવેશમાં આવીને તબીબો અને મેડિકલ સ્ટાફ પર હુમલા થતા હોય છે. જોકે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી અને હોસ્પિટલની સુરક્ષા વધારવા તથા તબીબો પર હુમલા ઘટનાઓના આરોપીઓને કડક સજા કરવાની આજે આઇ.એમ.એ દ્વારા માંગ કરાઈ હતી.

ઇન્ડિયન પીનલ કોર્ડ અથવા ક્રિમિનલ પ્રોસીર કોર્ડ બનાવવા આવે

સેક્રેટરી આઈ.એમ.એ પાલનપુર આર.ડી. લોઢિયાએ જણાવ્યું હતું કે આજે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. જેમાં દિવસેને દિવસે હોસ્પિટલમાં દર્દીઓના સગા દ્વારા એમની અપેક્ષા પ્રમાણે સારવાર અર્થે રિજલ્ટના મળે તેમાં હુમલા વધતા જાય છે. જેમાં હુમલાનો વિરોધ કરવા માટે દિલ્હી આઇ.એમ.એ ખાતે આદેશ આપવામાં આવ્યો તે અનુસાર અમે આજે કાળી રીબીન ધારણ કરીને છે. અમારી માંગણી એ છે કે ડોક્ટર અને હોસ્પિટલમાં સ્ટાફ પર થતા હુમલા માટે સ્પેશિયલ ઇન્ડિયન પીનલ કોર્ડ અથવા ક્રિમિનલ પ્રોસીર કોર્ડ બનાવવા આવે

અન્ય સમાચારો પણ છે...