તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાલનપુરની ધનલક્ષ્મી સોસાયટીમાં ગેરકાયદે કરેલું બાંધકામ તોડી પડાયું

પાલનપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત કરાતાં નગરપાલિકા તેમજ મામલતદારની ટીમ દ્વારા કાર્યવાહી

પાલનપુર સુખબાગરોડ વિસ્તારમાં આવેલી ધનલક્ષ્મી સોસાયટીમાં એક રહિશે મકાન આગળ રસ્તાને અડચણરૂપ વધારાનું બાંધકામ કરી દબાણ કર્યુ હોઈ પાલિકામાં રજૂઆત કરવામાં આવતાં ગુરૂવારે નગરપાલિકા તેમજ મામલતદારની ટીમ દ્વારા દબાણ દૂર કરાવ્યું હતુ.

પાલનપુર સુખબાગરોડ વિસ્તારમાં આવેલી ધનલક્ષ્મી કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા મનિષાબેન મુકેશકુમાર ભટ્ટે સોસાયટીના નિયમો વિરૂધ્ધ મકાનની બહારના ભાગે પગથિયા તેમજ સોસાયટીના રસ્તાને નડતરરૂપ થાય તે રીતે ધાબાના છજાનું બાંધકામ કર્યું હતુ. આ અંગે સોસાયટીના રહિશોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. જેના પગલે ચિફ ઓફિસર દ્વારા અગાઉ નોટિસ આપી દબાણ દૂર કરવા તાકીદ કરી હતી. જોકે, દબાાણ દૂર ન કરતાં ગુરૂવારે મામલતદાર તેમજ પાલિકાની ટીમ દ્વારા સ્થળ ઉપર જઇ દબાણ દૂર કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...