તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીમકી:ઇફ્કો કંપનીએ ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં આક્રોશ, ભાવ વધારો પરત લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

પાલનપુર9 દિવસ પહેલા
 • બિયારણો મોંઘા અને ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતને પડતા પર પાટુ

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર ફરી એકવાર પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. છેલ્લા ઘણા સમયથી મોંઘવારી અને કોરોના મહામારીમાં સામનો કરી રહેલા ખેડૂતો પર હવે ઇફકો કંપનીએ રાસાયણિક ખાતર માં 40 ટકા જેટલો ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

છેલ્લા એક વર્ષથી કોરોના માટેનો સમય ચાલી રહ્યો છે. જેની અસરથી ખેડૂતો પણ બાકાત રહી શક્યા નથી. તેવામાં ઇફકો કંપનીએ ખાતરમાં 40 ટકા જેટલા ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં જ દર વર્ષે 75 હજાર ટન ઇફકો કંપનીના ખાતરની ખપત છે. જેમાં હવે કંપનીએ તેમાં ભાવવધારો ઝીંકી દેતાં ખેડૂતોએ દર વર્ષે કરોડો રૂપિયા વધુ ચૂકવવા પડશે. કોરોના મહામારીમાં ખેડૂતો માટે આ એક વધુ એક માઠા સમાચાર છે. દેશની સૌથી મોટી સહકારી ફર્ટીલાઈઝર કંપની ઇફકોએ ખાતરના ભાવમાં અધધ કહી શકાય તેવો ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે.

જેમાં ઇફકોએ ડીએપી ખાતરમાં રૂ.700 નો ભાવ વધારો કરતા ડીએપી ખાતરના ખેડૂતોએ હવે રૂ.1200 ની જગ્યાએ 1900 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે એનપીકે 12:32:16 નામના ખાતરના કંપનીએ રૂ.1185ની જગ્યાએ 1800 કર્યા છે. એમાં પણ રૂ 615નો વધારો થયા છે. આ ઉપરાંત એનપીકે 10:26:26 ખાતરમાં પણ રૂ.600 નો ભાવ વધારો કરતા તેના રૂ. 1175 ની જગ્યાએ 1775 રૂપિયા થયા છે. જ્યારે એએસપી ખાતરના પણ રૂ.975 ની જગ્યાએ 1350 થઈ ગયા છે. જેમાં રૂપિયા, 375 નો વધારો થયો છે.

એક તરફ કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં શાંત બેઠેલા ખેડૂતોને ખાતરમાં થયેલ ભાવ વધારો સહન થઈ શકે તેમ નથી. અને અને જો ખાતરમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં પણ ખેડૂતના વિરોધનો સરકારે સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો