અપીલ:તાવ કે શરદી થાય તો તરત દવા લો, ફક્ત બાધા રાખો નહીં પણ દુવાની સાથે દવા લો - અલ્પેશ ઠાકોર

પાલનપુર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર બનાસકાંઠા સરહદી વિસ્તારની મુલાકાતે

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અને ભાજપના યુવા નેતા અલ્પેશ ઠાકોર બનાસકાંઠા સરહદી વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. થરાદ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી હતી. ભાજપના યુવા નેતાએ વેક્સિન બાબતે લોકો જાગૃત થાય તે આશય સાથે બનાસકાંઠાના પ્રવાસે આવ્યા હતા. તથા જણાવ્યું હતુ કે તાવ કે શરદી થાય તો તરત દવા લો, ફક્ત બાધા રાખો નહીં પણ દુવાની સાથે દવા લો.

સરહદી વિસ્તારની અલ્પેશ ઠાકોરે મુલાકાત લીધી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. જ્યારે કોરોના સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં પણ નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લઇ જિલ્લાના અનેક શહેરો અને ગામોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. જોકે બનાસકાંઠા સરહદી વિસ્તારની અલ્પેશ ઠાકોરે મુલાકાત લીધી હતી. જેમાં થરાદ રેફરલ હોસ્પિટલ દર્દીઓની સાથે મુલાકાત લઈ અને ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલમાં પણ ગયા હતા.

બનાસકાંઠાની જનતાને અપીલ કરવા માટે ખાસ આવ્યો છું

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ભાજપના યુવા નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે બનાસકાંઠાની જનતાને અપીલ કરવા માટે ખાસ આવ્યો છું કે કોરોનાની વેક્સિન લોકો લઇ લે. તથા જે લોકો વેક્સિન નથી લઇ રહ્યાં તે લોકો લઇલે. ખાસ કરીને મારો પ્રવાસ કોરોનાની વેક્સિન બાબતે છે. તાવ આવે શરદી હોય તો તરત જ દવા લો ફક્ત બાધા રાખો નહીં પણ દુવાની સાથે દવા લો એવી અપીલ કરવા માટે આવ્યો છું.

અન્ય સમાચારો પણ છે...