નોટિસ:સોમવાર સુધીમાં બીયું પરમિશન ફાયર સેફટી નહીં હોય તો પાલનપુરની 9 શાળા સીલ કરાશે

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર પાલિકાએ નોટિસ આપી સંચાલકોને તાકીદ કરી

પાલનપુરમાં 9 સ્કૂલોને બીયુ પરમિશન તેમજ ફાયરસેફટી ન હોવાથી સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો છેે જરૂરી ડોક્યુમેન્ટ જમા નહીં કરાવેતો સોમવારે 9 શાળાઓને બંધ કરવામાં આવશે.જો કે આ શાળાના નામ આપવા નગરપાલિકાએ ઈન્કાર કરી દીધો હતો. પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલી 9 શાળાઓમાં બીયુ પરમિશન, ફાયર એનઓસી ન હોવાથી પાલિકાએ શાળાઓને નોટિસ પાઠવી સોમવાર સુધી તાકીત કરી હતી.

જો સોમવાર સુધીમાં આ 9 શાળાના સંચાલકો ડોક્યુમેંટ જમા નહીં કરાવે તો 9 તમામ શાળાઓએ ને બંધ કરવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે,આ બાબતે પાલિકાના એન્જીનીયર પ્રણવભાઈએ જણાવાયું કે પાલનપુરની 9 જેટલી શાલાઓમાં બીયુ પરમીશન, ફાયર સેફટી, એનોશી, લાગતી એજન્સીની અરજી અને જોઈન્ટ સોગંધનામુ પાલિકામાં આપવાનુ રહેશે એ માટે સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.જે જમા નહીં કરાવે તે શાળાઓને સીલ કરવામાં આવશે.જોકે શાળાઓના નામ માગતાં ઈન્કાર કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...