તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દુકાન કે હોટલોમાં ગંદકી હશે તો પાલિકા નોટિસ આપી દંડાત્મક કાર્યવાહી કરાશે

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર પ્રાંત અધિકારી અને પાલિકાના અધિકારીઓ સાથે મીટીંગ યોજાઇ

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા દ્વારા આરોગ્ય કચેરી અને નગરપાલિકાના અધિકારીઓ સાથે રોગચાળા અટકાવવા માટે શુક્રવારે મીટીંગ યોજાઇ હતી.

પાલનપુર શહેરમાં ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે 28 અને 29 જૂન-2021 ના દિવસે આરોગ્ય અને નગરપાલિકાની ટીમો સાથે પાલનપુર શહેરમાં કન્સ્ટ્રક્શન સાઈટો, ટાયરની દુકાનો, હોટલો, ભંગારની દુકાનો, ડોક્ટર હાઉસ તેમજ અન્ય દુકાનો કે જ્યાં મોસ્કીટો બ્રીડીંગ (મચ્છરો પેદા) થવાની શક્યતાઓ રહેલી છે તેવા તમામ સ્થળોની આ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. દરમિયાન જરૂર જણાય ત્યાં દુકાન કે હોટલ માલીકોને નોટિસ આપીને કે દંડાત્મક કાર્યવાહી કરીને લોકોમાં જાગૃતિ લવાશે.

અન્ય સમાચારો પણ છે...