તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:તાલુકા પં.ની સભામાં મહિલા પ્રમુખને માઈક આપ્યું તો ધારાસભ્યને પુછવું પડ્યુ, શુ બોલું ?

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર તા.પં.ની સભામાં મહિલા પ્રમુખ હાસ્યાસ્પદ બન્યા
  • ધારાસભ્યએ કોરોના તેમજ સભાના ઠરાવ અંગે બોલવા કહ્યું

પાલનપુર તાલુકા પંચાયતની સાધારણ સભા સોમવારે યોજાઇ હતી. જ્યાં મહિલા પ્રમુખને બોલવા માટે માઇક આપવામાં આવ્યું તો તેમણે બાજુમાં બેઠેલા ધારાસભ્યને પુછવું પડ્યું હતુ કે હું શુ બોલુ, ત્યારે ધારાસભ્યએ કોરોના તેમજ સભાના ઠરાવ અંગે બોલવા કહ્યું હતુ.

સોમવારે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ સંગીતાબેન ડાકા અને ધારાસભ્ય મહેશ પટેલના અધ્યક્ષસ્થાને સભા યોજવામાં આવી હતી. જ્યાં તમામ સદસ્યો દ્વારા સર્વાનુમતે નિર્ણય કરાયો હતો કે 15 માં નાણાંપંચની આવતી ગ્રાન્ટમાંથી વિકાસની જગ્યાએ કોરોનામાં વાપરવી જેને માટે સરકારમાં રજુઆત કરીશું. ત્યારબાદ જ્યાં સભામાં વિસ્તરણ અધિકારી ઠરાવ પસાર કરાવતા હતા ત્યારે માઇક તાલુકા પ્રમુખને આપતા પ્રમુખ સંગીતાબેન ડાકાએ બાજુમાં બેઠેલ ધારાસભ્યને પૂછ્યું શું કહું ત્યારે ધારાસભ્યે કહ્યું કોરોનાની તેમજ સાધારણ સભાની વિગત સદસ્યોને આપો. જોકે મહત્વની વાત એ છે કે તાલુકા પ્રમુખને જ ખબર નથી કઈ બાબતે મિટિંગ બોલાવી હતી.

કારોબારી ચેરમન સંજયભાઈ ચૌધરીએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી કે ગામડાઓમાં કોરોનાનું સંકમણ ન ફેલાય. 34 સદસ્યો માંથી 26 સદસ્યો હાજર રહ્યા હતા.જ્યાં મોટા ભાગની મહિલા સદસ્યો ગેરહાજર જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...