તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:બટાકા, ટામેટા અને ડુંગળીના ભાવ નીચા જશે તો ખેડૂતોને સબસિડીનો લાભ મળશે

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારની ઓપરેશન ગ્રીન ટોપ યોજના હેઠળ ફાયદો થશે

હવે બટાકા, ટામેટા અને ડુંગળીના ભાવ નીચા જશે તો ખેડૂતો અને વેપારીઓને કેન્દ્ર સરકારની ઓપરેશન ગ્રીન ટોપ યોજના હેઠળ સબસીડી રૂપે લાભ મળશે. આ અંગેની રજૂઆત જિલ્લાના રાજ્યસભાના સાંસદે અગાઉ સરકારમાં કરી હતી જેને સરકારે સ્વીકારી છે. જેનાથી ખેડૂતોને લાભ થશે. રાજય સભા સાંસદ દિનેશ અનાવાડીયાએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજના ઓપરેશન ગ્રીન ટોપનો લાભ સબસીડી રૂપે દેશના ખેડુતોને આપવામાં આવે.

જેથી બટાકા, ટામેટા અને ડુંગળીના પાકોનો સમાવેશ કરવામાં આવતા હવે આ પાકોના ભાવો નીચા જશે તો ખેડૂતો અને વેપારીઓને પ્રતિ 50 કિ. લો. એ રૂપિયા 50 જેટલી સબસીડી મળવા પાત્ર થશે.જેનાથી ખેડુતો અને વેપારીઓને ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાતા રાજય સભા સાંસદ દિનેશ અનાવડીયાએ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરઅને પુરૂષોત્તમ રૂપાલાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...