તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:DPOએ આવેદન ના સ્વીકાર્યું તો NSUI ના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RTE ની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા આપવા આવ્યા હતા
  • નાયબ જિલ્લા શિક્ષણાધિકારીએ દોડી આવી કાર્યકરોને સમજાવી બહાર લાંબીમાં જ આવેદનપત્ર સ્વિકારવા મજબૂર બન્યા

બનાસકાંઠાના NSUI ના કાર્યકર્તાઓ દ્વારા સોમવારે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા શિક્ષણાધિકારીને RTE ની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા આવેદનપત્ર આપતા શિક્ષણાધિકારીએ આવેદન ના સ્વીકારતા કાર્યકરોએ ઓફિસની ગેલેરીમાં રામધુન શરૂ કરી દિધી હતી. જો કે નાયબ જિલ્લા શિક્ષણાધિકારીએ દોડી આવી કાર્યકરોને સમજાવી બહાર લાંબીમાં જ આવેદનપત્ર સ્વીકારવા મજબૂર બન્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં NSUI ના કાર્યકરો દ્વારા સોમવારે જિલ્લા પંચાયતમાં RTE ની પ્રવેશ પ્રક્રિયા સત્વરે ચાલુ કરવાની માંગને લઈ આવેદનપત્ર પાઠવવા ગયા ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ આવેદનપત્ર ના સ્વીકારતા NSUI ના કાર્યકરો રોષે ભરાઈને જિલ્લા શિક્ષણાધિકારીના ઓફિસ બહાર લાંબીમાં બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે જિલ્લા પંચાયતના તમામ ઓફિસના અધિકારીઓ સહિત સ્ટાફ બહાર દોડી આવ્યો હતો તેમ છતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર બહાર ના આવતા NSUI ના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી.

ત્યારે નાયબ જિલ્લા શિક્ષણાધિકારી બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ કાર્યકરોને સમજાવી એમની પાસેથી બહાર લાંબીમાં જ આવેદનપત્ર સ્વીકાર્યું હતું. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે ‘કોરોનાને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કાર્યકરોને બહાર મોકલ્યા હતા.જેથી કોરોના સંકમણ ફેલાઈ નહિ’

અન્ય સમાચારો પણ છે...