વિરોધ:એસટી કર્મીની માંગ નહીં સ્વીકારાય તો 20 મીએ બસોનાં પૈડાં થંભી જશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાના એસટી બસોના કર્મચારીઓની માંગણીઓ પુરી ન થતાં વર્કશોપ બહાર સુત્રોચ્ચાર કર્યા હતા. - Divya Bhaskar
બનાસકાંઠાના એસટી બસોના કર્મચારીઓની માંગણીઓ પુરી ન થતાં વર્કશોપ બહાર સુત્રોચ્ચાર કર્યા હતા.
  • 4200 એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે

પાલનપુરમાં એસટી બસોના કર્મચારીઓ પોતાની 30 જેટલી માંગણીઓ ન સ્વીકારતા સોમવારે વર્કશોપ બહાર સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.જ્યાં માંગ નહીં સ્વીકારાય તો બુધવારે મધરાત્રે હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી.

બનાસકાંઠા મુખ્ય મથક પાલનપુર, ડીસા અને સિદ્ધપુરના 4200 જેટલા એસટી બસોના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં સોમવારે વર્કશોપ બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અને તેમની પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બાબતે મજદૂર સંઘના પ્રમુખ દીપકભાઈ નાયકએ જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી 4200 કર્મચારીઓ 1900 ગ્રેડ પે, મોંઘવારી, રજાઓના પગાર, વારસદારોનું પેકેજ જેવા 30 મુદ્દાઓને લઈ વિરોધ કરી રહ્યા છીએ તેમ છતાં સરકાર અમારી માંગણીઓ નહિ સ્વીકારે તો બુધવારે મધરાતે 12 વગે તમામ બસોના પૈડાં થંભી જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.’

અન્ય સમાચારો પણ છે...