તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિપત્ર:પાલનપુર તાલુકાની પંચાયતમાં તલાટી સમયસર હાજર નહીં રહે તો છુટા કરાશે

પાલનપુર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામડાઓમાં તલાટી સમયસર ન રહેતાં લોકોને કામ માટે ધક્કા ખાવા પડે છે
 • અગાઉ સાધારણ સભામાં મુદ્દો ઉઠતાં તાલુકા પંચાયત દ્વારા પરિપત્ર જાહેર

પાલનપુર તાલુકા પંચાયતની 3 જાન્યુઆરીએ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં શાસક અને વિપક્ષ સદસ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગામડાઓમાં તલાટી સમયસર હાજર રહેતા નથી. જેને લઈને બુધવારે તાલુકા વિકાસ અધિકારી એ પરિપત્ર બહાર પાડી તલાટીઓ સમયસર હાજર નહીં રહે તો છૂટા કરાશે.

તાલુકા પંચાયતની 3 જાન્યુઆરીએ મળેલી સાધારણ સભામાં તાલુકા સદસ્યોએ આક્ષેપો કર્યા હતા કે ગામડાઓમાં તલાટી હાજર રહેતા નથી અને ગ્રામ પંચાયતમાં અઠવાડિયામાં બે જ દિવસ હાજરી આપે છે. તેમજ તાલુકા સદસ્યોને ફોન નંબર બ્લેક લિસ્ટમાં મૂકી દે છે, ફોન ઉપાડે તો મંગળવાર અને શુક્રવારે સેજામાં આવવાનું હોય છે તેવું તલાટીઓ જણાવે છે. ત્યારે તલાટી સેજામાં નિયમિત હાજરી ના આપતા સરકારી નાણાંની વસૂલાતની કામગીરી, ગરીબોને સહાયના ફોર્મ સિક્કા, તેમજ વિદ્યાર્થીઓને આવક જાતિના દાખલાની કામગીરી સમયસર થતી નથી.

ગામના સાચા લાભાર્થી સહાયથી વંચિત રહી જાય છે તેવા ગંભીર કારણોથી પાલનપુર તાલુકા પંચાયત દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તલાટીને હવેથી નિયમિત સવારે 10:30 કલાકથી 6:10 કલાક સુધી ફરજિયાત ગ્રામ પંચાયતમાં હાજરી આપવી તેમજ અન્ય કોઈ ગામે હોય તો પંચાયતની નોટિસ બોર્ડ ઉપર ઉલ્લેખ કરવો અને કોઈ કારણસર આકસ્મિક બહાર જવાનું થાય તો તેની જાણ તાલુકા પંચાયતમાં ટેલીફોનીક સંપર્ક કરીને જણાવવુ. અને તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યો સાથે હકારાત્મક વલણ અપનાવવું.

તાલુકા વિકાસ અધિકારી એ.બી.પરમારે જણાવ્યું હતું કે, ‘ગ્રામ પંચાયતમાં ગેરહાજરી તેમજ નિષ્કાળજી દાખવશે અને અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો એક તરફી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ જાતની લેખિત જાણ કર્યા વગર તાલુકા પંચાયતથી છૂટા કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો