તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ જનેતા દિવસ:જીવનના દુ:ખો હસતાં હસતાં જીરવીએ તો પાનખર પણ વસંત બને, 181 અભયમે વડીલોને હુંફ આપી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસામાં 18 તરછોડાયેલા માવતરને ભોજન સાથે આત્મજનની લાગણી પીરસી

ડીસાના સુદામા વડીલ વિશ્રાંતિગૃહના તરછોડાયેલા 18 માતા- પિતાઓને રવિવારે વિશ્વ જનેતા દિવસે બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલરે સમજાવ્યું હતુ. જ્યાં આ વડીલોને ભોજન સાથે આત્મજનની લાગણી પીરસી હતી. પોતીકાની લાગણીથી વડીલોની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહ્યો હતો.બનાસકાંઠા જિલ્લામાં રવિવારે 181 અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા વિશ્વ માતૃદિને અનોખી પહેલ કરવામાં આવી હતી. આ ટીમે ડીસા ખાતે આવેલા સુદામા વડીલ વિશ્રાંતિગૃહના તરછોડાયેલા 18 વડીલો સાથે સમય વિતાવ્યો હતો.

જ્યાં કાઉન્સેલર જીનલબેન પરમારે વયોવૃધ્ધ વડીલોને દિલાસો પાઠવતાં સમજાવ્યું હતુ કે આ માવતરના મોઢેથી પોતાના સંતાનો માટે કદી કટુ વચન કે શ્રાપ નહિ નીકળે ભલે તેમને તરછોડી દેવાયા હોય છતાં હંમેશા પુત્રો- પુત્રવધૂઓને આશિર્વાદ જ આપશે.આ પ્રસંગે વડીલોને કેરીનો રસ, પુરી, શાક અને ભાતનું ભોજન પીરસી આત્મજનનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો. જ્યાં ભાવુક બની ગયેલા વડીલોની આંખોમાંથી અશ્રુઓ વહ્યા હતા. આ પ્રસંગે 181 અભિયમના કાઉન્સેલર કોમલબેન પ્રણામી, મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...