અલ્પેશ ઠાકોરનું સૂચક નિવેદન:સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું- 'સમયની રાહ જોવ છું, બે વાર પડ્યો હવે ત્રીજી વાર નથી પડવાનો'

પાલનપુર15 દિવસ પહેલા
  • વીડિયોના માધ્યમથી સમાજના લોકોને વિશ્વાસ રાખવા અપીલ કરી

હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર. આ ત્રણ એવા નામ છે કે, જેઓ સામાજિક આંદોલન થકી રાજકારણમાં પ્રવેશ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીની સક્રિયતા વધી છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક સૂચક નિવેદન આપ્યું છે. જેમાં કહ્યું છે કે, સમયની રાહ જોઈ રહ્યો છું. બે વાર પડ્યો હવે ત્રીજીવાર નહીં પડું.

'એક વાર પડ્યો, બીજી વાર પડ્યો હવે ત્રીજીવાર નહીં પડુ'અલ્પેશ ઠાકોર વીડિયોના માધ્યમથી પોતાના ટેકેદારોને કહી રહ્યા છે કે, દોસ્તો મર્યા પહેલા ઈતિહાસ રચીને જવાનો છું. નબળો નથી થયો, મનથી નથી હાર્યો મનથી તો મજબૂત છું. એકવાર પડ્યો, બે વાર પડ્યો, ત્રીજીવાર ના પડીશ કે ના પડવા દઈશ. દોસ્તો મારે તમને એટલું જ કહેવું છે કે, ભરોસો રાખજો, દિલમાં ઈમાનદારી એની એ જ છે, ખુમારી એની એ જ છે.

પક્ષપલટો કર્યા બાદ રાધનપુર બેઠક પર હાર થઈ હતીઅલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ભાજપ દ્વારા રાધનપુર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી હતી. પરંતુ, કૉંગ્રેસના રઘુ દેસાઈ સામે તેની હાર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...