તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પતિએ પત્નીને કહ્યા વિના શાળામાંથી પુત્રીનું એલ. સી. કઢાવી લઇ લીધું

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરે 4 વર્ષ પછી એલસી પરત અપાવતાં પુત્રી હવે સ્કુલે જશે

પાલનપુરના એક ગામમાં રહેતા દંપતિ મનમેળ ન હોવાથી અલગ અલગ રહે છે. જ્યાં પતિએ કહ્યા વિના ચાર વર્ષ અગાઉ શાળામાંથી દીકરીનું લિવિંગ સર્ટી ફિકેટ કઢાવી પોતાની પાસે રાખી લીધું હતુ. આથી દીકરીને અભ્યાસ માટે અન્ય શાળામાં દાખલ કરવામાં માતાને ભારે મુશ્કેલીઓ પડી રહી હતી. આ અંગે તેણીએ પાલનપુર પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં અરજી કરતાં કાઉન્સેલરે 5 દિવસમાં બાળકીના પિતાને સમજાવી લીવીંગ સર્ટી પરત અપાવ્યું હતુ.

પાલનપુર તાલુકાના એક ગામમાં રહેતા દંપતિ ના લગ્ન 12 વર્ષ અગાઉ થયા હતા. જેમને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અને પુત્રી છે. જોકે, બંને વચ્ચે મનમેળ ન હોવાથી અલગ અલગ રહે છે. આ અંગે પાલનપુર પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર જીગીશાબેન એલ. તરારએ જણાવ્યું હતુ કે, પતિએ 4 વર્ષ અગાઉ ધોરણ 4માં અભ્યાસ કરતી તેમની દીકરીનું શાળામાંથી લીવીંગ સર્ટી કઢાવી પોતાની પાસે રાખી લીધુ હતુ.

આથી પત્નીને દીકરીને અન્ય શાળામાં એડમિશન માટે મુશ્કેલીઓ પડી રહી હતી. આ અંગે તેમણે બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં અરજી કરી હતી. આથી તેમના પતિને સેન્ટરમાં બોલાવી સમજાવવામાં આવતાં પાંચ દિવસમાં તેમણે પુત્રીનું લીવીંગ સર્ટી તેમની પત્નિને પરત આપ્યું હતુ.

દીકરીના ભવિષ્યની ચિંતા કરવાનું કહેતા સર્ટી પરત આપ્યું
પાલનપુર પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર જીગીશાબેને સર્ટી પોતાની પાસે રાખી દેનારા પતિને સેન્ટર ઉપર બોલાવી દીકરીનો અભ્યાસ ન બગાડી તેના ભવિષ્યની ચિંતા કરવાનું કહેતા આખરે તેમણે સર્ટી આપ્યું હતુ. હવે દીકરીની માતા તેને અન્ય સ્કુલમાં એડમિશન અપાવી શિક્ષણ અપાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...