તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:પતિએ ચાર સંતાનો છીનવી લઇ કહ્યુંજા ટ્રેન નીચે કપાઇને મરી જા,181 અભયમે પરિણીતાને બચાવી

પાલનપુર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ગોઢા ફાટક નજીક પરિણીતા ટ્રેન નીચે પડતું મુકે તે પહેલા બચાવી લેવાઈ

ડીસા તાલુકાના ગોઢા રેલવે ફાટકે ચાર સંતાનોની માતા ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરે તે પહેલા 181 અભિયમ મહિલા હેલ્પ લાઇનની ટીમે બચાવી લીધી હતી. તેણીના પતિએ સંતાનો છીનવી લઇ જા ટ્રેન નીચે કપાઇને મરી જા તેમ કહેતા તેણી આપઘાત કરવા માટે આવી હતી.ડીસા તાલુકાના શમશેરપુરા ગામે રહેતા 30 વર્ષિય ઉમાબેન (નામ બદલ્યું છે) ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરે તે પહેલા તેમને બચાવી લેવાયા હતા.

આ અંગે બનાસકાંઠા 181 અભિયમ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતુ કે, ડીસા- થરાદ માર્ગ ઉપર આવતા ગોઢા રેલવે ફાટક પાસે એક મહિલા ઉભી હોવાનો કોલ મળતાં મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા સાથે ત્વરિત ત્યાં દોડી ગયા હતા. જ્યાં આ પરિણીતાએ તેની આપવીતી કહી હતી કે, શમશેરપુરા ગામે લગ્ન થયા બાદ 7 વર્ષ, 5 વર્ષ, 4 વર્ષ અને 1 વર્ષનો એક દીકરો અને ત્રણ દીકરીઓ છે. જોકે, પતિ શારિરીક માનસિક ત્રાસ ગુજારતો હતો. જેણે ચારેય સંતાનોને મારા પાસેથી છીનવી લઇ ટ્રેન નીચે કપાઇ જવાનું કહેતા હું આપઘાત કરવા માટે આવી છુ. દરમિયાન તેણીને સમજાવી આપઘાત કરતાં બચાવી લેવાઇ હતી.

સાસરી અને સગાએ રાખવાનો ઇન્કાર કર્યો
રેલવે ફાટકે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરવા માટે નીકળેલી પરિણીતાને 181 અભિયમની ટીમે બચાવી લઇ પુન: તેની સાસરીમાં લઇ જવાઇ હતી. જોકે, તેનો પતિ તેમજ કાકા સસરાએ રાખવાની ના પાડતાં પરિણીતાને પાલનપુરની સંસ્થામાં મુકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો