કોરોના ઇફેક્ટ:ખરોડિયાની મહિલાના સંપર્કમાં આવનાર ડોક્ટર સહિત 29 પાલડી (મીઠી)માં ડોક્ટર સહિત 11 લોકો હોમ ક્વોરન્ટીન

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખરોડિયાની મહિલા પાલનપુરના ડો.ભાવેશ પટેલની ક્લિનિકમાં સારવાર કરાવા હતી

પાલનપુર તાલુકાના ખરોડિયા ગામની પોઝિટિવ મહિલા કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેની ટ્રાવેલ હિસ્ટ્રી ખંગાળતા તાવ, શરદીથી પીડાતી મહિલાએ પાલનપુરના ડો.ભાવેશ પટેલની ક્લિનિકમાં સારવાર અર્થે એક દિવસ માટે દાખલ કરાઇ હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગે પાલનપુરના તબીબ ભાવેશ પટેલને હોમ ક્વોરન્ટાઇન કરી દીધા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે "પોઝિટિવ મહિલા દર્દીના સીધા સંપર્કમાં આવનાર 23 જણાને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. જેમાં 9 જણા ખરોડિયા ગામના છે. જ્યારે 14 જણા ડો.ભાવેશ પટેલની હોસ્પિટલના હોવાનું સામે આવ્યું છે.’ તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ અનાવડિયાએ જણાવ્યું હતું કે " ખરોડિયા ગામની ધનવંતરીબેનએ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં 25 તારીખે સારવાર લીધી હતી. જેથી તેમના સંપર્કમાં આવનારા ડોક્ટર ઉપરાંત થાવર, દાંતીવાડા,જેગોલ, ગઢ, ટોકરિયા અને મગરવાડા ગામના દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવા સ્થાનિક આરોગ્ય ટીમોને જણાવવામાં આવ્યું છે.

દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામે ગુરુવારે બપોરે એક જૈન પરિવારના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા મહિલાના પરિવારના ત્રણ સભ્યોને દિયોદર મોડેલ સ્કૂલ ખાતે ફેસીલીટી ક્વોરન્ટાઇન કરાયા હતા. પાલડી મીઠી ગામ ખાતે મહિલાએ પોતાની સારવાર કરાવેલ એક ખાનગી તબીબ અને અન્ય 7 એમ કુલ 8 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા તેમજ દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા પાલડી મીઠી ગામના કન્ટટેઇનમેન્ટ એરિયા જાહેર કરી 200 જેટલા ઘરોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...