ભૂસ્તર વિભાગનો સપાટો:કાંકરેજના રૂપપુરા થળી પાસે બનાસ નદીના પટમાંથી રોયલ્ટી ચોરી કરતા હિટાચી મશીન અને 10 ડમ્પર ઝડપાયાં, રૂ. અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂસ્તર વિભાગે રોયલ્ટી ચોરી કરતા એક હિટાચી મશીન અને 10 ડમ્પર ઝડપ્યા
  • રૂપિયા અઢી કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત, રૂ. 10 લાખનો દંડ ફટકારતાં ભુમાફિયાઓમાં ફફડાટ

બનાસકાંઠાના ભૂસ્તર વિભાગ દ્વારા વધુ એક સપાટો બોલાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાની ટીમ દ્વારા આજે 5 મે, 2022ના રોજ ફરી એક વાર ખાનગી વાહનથી વહેલી સવારે આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન કાંકરેજ તાલુકાના રૂપપુરા-થળી બનાસ નદી પટમાં બિનઅધિકૃત રીતે ચાલતાં એક હિટાચી મશીન તથા દસ સાદી રેતી ભરેલા ડમ્પર ઝડપાયાં હતાં.

ટીમે ડમ્પર નં. 1. GJ08AU9357, 2. GJ08AU7285, 3. GJ08AU7244, 4.GJ08AU7077, 5. GJ08AU7144, 6. GJ08AU4044, 7. GJ08Z2968, 8. GJ08AU7984, 9. GJ08AU9843, 10. GJ08AU7237 એમ કુલ દસ ડમ્પર પકડી કુલ રૂ. 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા વાહનો પાસેથી રૂ. 10 લાખની દંડકીય રકમની વસુલાત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ હીટાચી મશીનની સ્થળ પર માપણી થયા બાદ દંડકીય રકમની વસુલાત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત તા. 01 મે, 2022ના રોજ ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાની ટીમ દ્વારા નવો પ્રયાસ હાથ ધરી ડ્રોન સર્વેલન્સથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ડીસા તાલુકાના નાની આખોલના બનાસ નદીના પટમાં બિનઅધિકૃત રીતે ચાલતા એક ટાટા હિટાચી મશીન, એક સાદી રેતી ભરેલું ડમ્પર તેમજ એક ટ્રેક્ટર જપ્ત કરી આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...