તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવ જેહાદ:ડીસામાં કાર્યરત હિન્દૂ યુવા સંગઠને લવ જેહાદ કાયદાને લઇ રાજ્યના સરકારના નિર્ણયને વધાવ્યો

પાલનપુર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લવ જેહાદનાં કાયદાના અમલ માટે આ સંગઠને અનેક અરજીઓ કરી હતી

ડીસામાં કાર્યરત હિન્દૂ યુવા સંગઠન ભારત-બનાસકાંઠા અને ડીસા શહેર દ્વારા અનેક સેવકાર્યો કરવામાં આવે છે. જિલ્લામાં શહેરમાં ગુજરાતની ઘણી બધી સરકારી કચેરીઓમાં લવ જેહાદનાં કાયદાના અમલ માટે આં સંગઠન દ્વારા અરજીઓ કરવામાં આવી હતી અને આજે આં સંગઠનને સમસ્ત હિન્દુ સમાજને ન્યાય મળ્યો છે.

હિન્દુ સમાજનો વિજય થયો અને કેટલાંય સમયથી આ સંગઠન દ્વારા કોરોના મહામારીમાં પણ સંગઠન દ્વારા હજારો ભૂખ્યા પરિવારોને ભોજન પીરસી ભગીરથ કાર્ય કરવામાં આવ્યા હતા, ઉપરાંત આ સંગઠન કોઈપણ પ્રકારના રાજકારણથી દૂર રહી હિન્દુ સમાજની સેવાને લગતા અનેક કર્યો થકી બહોળી લોકચાહના મેળવવામાં સફળ રહ્યું છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક, 2021 વિધાનસભામાં પસાર કરી લવ જેહાદને નાથવા માટે વિધાનસભા ગૃહમાં વિધેયક પસાર કરવામાં આવ્યો હતો.

હિંદુ સંગઠન ભારત બનાસકાંઠા અને ડીસા શહેર દ્વારા લેખરાજ ચાર રસ્તા પર આતશબાજી કરી મોં મીઠું કરાવી આ કાયદાને વધાવ્યો હતો આ કાર્યક્રમમાં સંગઠનના જીલ્લાના મનોજ ઠાકોર, પૂજન જોશી, ડીસા શહેર પ્રમુખ હિતેશસિંહ રાજપૂત, ઉપપ્રમુખ ભરત ખત્રી સહિત મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ઉપસ્થીત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો