હાઇકોર્ટના આદેશ:દિયોદરના ચિભડા ગામમાં શૌચાલય કૌભાંડમાં હાઇકોર્ટના તપાસના આદેશ

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગામમાં શૌચાલય બનાવાયેલ ના હોવા છતાં ખોટું રેકર્ડ ઉભું કરવામાં આવ્યું હોવાના આક્ષેપ,તપાસને લઈ ખળભળાટ

દિયોદર તાલુકાના ચીભડા ગામે શૌચાલય બનાવાયેલ ના હોવા છતાં ખોટું રેક્ટ ઉભું કરી કૌભાંડ આચરતાં મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા તપાસ સમિતિ રચી તપાસ કરવાનો હુકમ કરાતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.દિયોદર તાલુકાના ચિભડા ગામે રહેતા સૂબાભાઇ ગોરધનભાઈ રાઠોડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં શૌચાલય તપાસ હેતુ પબ્લિક ઇનર્ટ્સ લેટીગેશન દાખલ કરવામાં આવી છે.

જેમાં કોર્ટ કમિટીની રચના કરી તપાસ માટે આદેશ કરતા ખળભળાટ મચી જવા પામી છે. જેમાં દિયોદર તાલુકાના ચિભડા ગામમાં બનાવાયેલા શૌચાલય શરૂઆતથી વિવાદમાં આવ્યા હતા. જેમાં ખુદ ગામના જાગૃત નાગરિકો દ્વારા શૌચાલયમાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ કર્યા હતા.જેમાં શૌચાલય બનાવાયેલ ના હોવા છતાં ખોટું રેકર્ડ ઉભું કરવામાં આવ્યું હતું તે મામલે હવે હાઇકોર્ટ પહોંચ્યો છે જેમાં તપા પામી છે.

અન્ય સમાચારો પણ છે...