• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Heavy Vehicles Not Required In Palanpur, First Make Bypass, Presentation To MP Parbat Patel To Take Effective Action By 9 Organizations Of The City

ટ્રાફિકમુક્ત એરોમાં સર્કલ અભિયાન:પાલનપુરમાં ભારે વાહનો ન જોઈએ,પહેલા બાયપાસ બનાવો, શહેરની 9 સંસ્થાઓ દ્વારા અસરકારક પગલાં લેવા સાંસદ પરબત પટેલને રજૂઆત

પાલનપુર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યસભા સાંસદે મંત્રી પૂર્ણેશ મોદીને પત્ર લખી કહ્યું: પાલનપુરને પહેલા બાયપાસની જરૂર છે. બ્રીજ હમણાં નહીં
  • આદોલનકારીઓ દ્વારા 15 દિવસનું અલ્ટિમેટમ

છેલ્લા કેટલાક દિવસોથી પાલનપુરના એરોમાં સર્કલ પર ટ્રાફિક ભારણ ઘટાડવા જુદા જુદા સંગઠનો દ્વારા જન આંદોલન આરંભાયુ છે. તેવામાં રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડિયાએ એરોમા સર્કલ પર હાલ બ્રિજ નહીં પરંતુ ભારે વાહન ન આવે તે માટે બાયપાસ અત્યંત જરૂરી હોવાનું રાજ્ય સરકારના મંત્રી પૂર્ણશ મોદીને જણાવ્યું છે. નવ જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓએ સાંસદ પરબત પટેલને આવેદન પાઠવી શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા રજૂઆત કરી હતી. જ્યારે શહેરના આંદોલનકારીઓએ 15 દિવસમાં ટ્રાફિક મુદ્દે નિરાકરણ નહીં આવે તો સર્કલ પર જ તંબુ બાંધી વિરોધ પ્રદર્શન માટે તૈયારીઓ દર્શાવી છે.

કંડલા બંદરેથી રાજસ્થાનને જોડતા પાલનપુર શહેરની વચ્ચેથી દિવસ દરમિયાન હજારો ભારે ટ્રકો પસાર થાય છે. જેના લીધે પાછલા કેટલાય વર્ષોથી એરોમા સર્કલ પર ભયાનક ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. તેવામાં દસ દિવસમાં ત્રણ જણાના મોત બાદ ભારે ટ્રાફિકને શહેરમાં ન પ્રવેશવા હવે જન આંદોલન આરંભાયું છે. પાલનપુર શહેરમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરને લઇ એરોમા સર્કલથી ડીસા હાઇવે તરફ ઓવરબ્રિજ બની રહ્યો છે. તો બીજી બાજુ એરોમા સર્કલથી બે કિ.મી દૂર આવેલા આરટીઓ સર્કલ પર પણ નવા ઓવરબ્રિજનું બાંધકામ દિવાળી પૂર્વે શરૂ થયું છે.

તેવામાં જનજીવન હવે થાળે પડતાં વાહન વ્યવહાર ભયાનક હદે વધી જતા પાલનપુરમાં રોજ સાંજે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. જેનાથી છુટકારો મેળવવા માટે શહેરની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા સ્થાનિક નેતાઓને રજૂઆત કરાતાં હવે એરોમા સર્કલ પર બ્રીજ નહીં પણ શહેરથી થોડે દૂર બાયપાસ માટે સરકારી મશીનરી કામે લાગી છે. આ અંગે રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયાએ જણાવ્યું હતું કે "હાલમાં રસ્તાઓ ખુલ્લા છે તેમ છતાં ટ્રાફિક જામ રહે છે. જો એરોમા સર્કલ પર બ્રીજનો વિચાર કરવામાં આવે તો તે સમય ને જોતા ઉચિત નથી.

ભારે વાહનો અહીંથી આવતા બંધ કરવા પડશે તો જ અહીં બ્રીજ બનાવવો શક્ય બને. જેથી પહેલા ભારે વાહનોને શહેરથી અન્ય રસ્તાથી ડાયવર્ઝન આપી શહેરનું ટ્રાફિક ભારણ ઘટાડવાના પ્રયાસ કરીશું.વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીને લેખિત પત્ર પાઠવી ઓવરબ્રિજનો વિચાર પડતો મુકી હાલ બાયપાસની દરખાસ્ત મંજુર કરવા રજૂઆત કરી છે. બીજી તરફ પાલનપુર શહેરની જુદી-જુદી 9 સંસ્થાઓએ સંસદસભ્ય પરબત પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં શહેરની ત્રણ રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ ની બંને શાખા, પાલનપુર ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, બિલ્ડર એસો., વેપારી એસોસીએશન તેમજ મહેશ્વરી સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને જુદી જુદી માંગો ઉપરાંત ટ્રાફિક ઘટાડવા યોગ્ય કમિટી બનાવી અસરકારક પગલાં લેવા રજૂઆત કરી હતી.

સ્વાગતવિલા સોસાયટીના રહીશોનો પુરપાટ દોડતાં ભારે વાહનો સામે આક્રોશ
પાલનપુર ડીસા હાઈવે પર આવેલી સ્વાગત વિલા સોસાયટીના રહીશોએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પાલનપુર ઓફિસમાં લેખિત રજૂઆત કરીને જણાવ્યું કે "પાલનપુર એરોમા સર્કલથી ડીસા તરફ જતા લડબી નાળા પાસેના વળાંકમાં ભારે વાહનો પુરપાટ ઝડપે વાહન હંકારે છે.જેના લીધે અનેકવાર અકસ્માતની શક્યતા રહે છે નજીકમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી રસ્તો ક્રોસ કરવામાં અનેક મુશ્કેલી પડે છે. જેથી ભારે વાહનોની ઝડપ સામે પગલાં ભરવા તેમજ બંપ મુકવામાં આવે.

વૈકલ્પિક રસ્તા વિના બ્રીજ શક્ય નથી
જિલ્લા ટ્રાફિક પીએસઆઈએ જણાવ્યું કે કંડલાથી રાજસ્થાન અને રાજસ્થાન થી કંડલા જતા બન્ને માર્ગ પર પીક અવર્સમાં સવારે દસથી બાર અને સાંજે સાડા પાંચથી સાડા સાત દરમિયાન ભારે ધસારો રહે છે. જો બ્રિજનું કામ શરૂ થાય તો મુશ્કેલી સર્જાઈ શકે. માટે પહેલા બાયપાસ અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે વિચારવું જોઈએ.

ઢોલ પીટીને શહેરીજનોને જગાડીશું
આંદોલનકારી નીતિન ઠાકોરે જણાવ્યું કે 15 દિવસના અલ્ટીમેટ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો એરોમા સર્કલની વચ્ચે તંબુ લગાવીને આમરણ ઉપવાસ સાથે બેસવાની તૈયારી છે.પાલનપુરના જેટલા પણ વોર્ડ છે એ બધા વોર્ડમાં ઢોલ-નગારા સાથે જવાના છીએ અને લોકોને ટ્રાફિક સમસ્યાની બાબતમાં જગાડીને રોડ ઉપર લાવવાના છીએ. તોજ ટ્રાફિક સમસ્યા હલ થશે.

અન્ય સમાચારો પણ છે...